હળવદની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ શીતલબેનને સાડા સાત માસનો ગર્ભ પણ હતો
મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ
SHARE









મોરબી : હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ લોકોના મોતના બનાવમાં જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કોગ્રેસની માંગ
મોરબી જિલ્લાના હળવદ મુકામે દુઃખદ ઘટના બની હતી જેમા જીઆઇડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં આશરે ૬૦ ફૂટની દીવાલ કોઇપણ જાતના આઘાર કે બીમ કોલમ વગરની દીવાલ હોવાથી અચાનક ઘસી પડતા યુનીટમાં મીઠાના પેકીંગનું કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો સહિત મહિલા-પુરુષ મળીને ૧૨ વ્યક્તિઓના મોત થયા છે અને અમુકને નાનીમોટી ઇજાઓ થઇ હતી. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલની આગેવાનીમાં હળવદ શહેર પ્રમુખ શેલૈષભાઈ દવે, તાલુકા પ્રમુખ રાણા, હેમાંગભાઈ રાવલ, જટુભા તેમજ પી.પી.બાવારવા, અશ્વિનભાઇ વિડજા અને મહેશભાઇ રાજ્યગુરૂ વગેરે આગેવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને બનાવના સ્થળે પહોંચી ભોગ બનેલ પરીવારોને સાંત્વના પાઠવી હતી તેમજ ઇજાગ્રસ્તોની હોસ્પિટલ જઇને રૂબરૂ મુલાકાત કરી હતી અને મુતકના પરિવારજનોને રૂબરૂ મળી દિલસોજી પાઠવીને માનવ સર્જિત બેદરકારીની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તેમ જિલ્લા કોંગ્રેસે યાદીમાં જણાવેલ છે.
