મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ, આંદરણા તેમજ વાંકાનેરમાં વૃદ્ધ બાળક અને યુવાન એમ ત્રણના મોત


SHARE

















મોરબીના ઘૂંટુ, આંદરણા તેમજ વાંકાનેરમાં વૃદ્ધ બાળક અને યુવાન એમ ત્રણના મોત

મોરબીમાં જુદીજુદી ત્રણ જગ્યાઓએ બનેલા બનાવોમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.જેમાં ઘુંટુ ગામે ઘરમાં પડી ગયેલા વિપ્ર વૃદ્ધનું મોત, તેમજ આંદરણા ગામે સીડી ઉપરથી પડી જતાં બાળકનું મોત અને વાંકાનેરમાં મજૂર યુવાનનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

પડી જતા વિપ્ર વૃદ્ધનું મોત

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીની અંદર રહેતા અનંતરાય પ્રેમશંકર જોષી (ઉંમર વર્ષ ૮૧) ગત તા.૯-૫ ના સવારે ૧૧ વાગ્યાના અરસામાં પોતાના ઘરની અંદર કોઈ કારણોસર પડી ગયા હતા જેથી કરીને તેમને માથાના પાછળના ભાગે ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન અનંતરાય જોષીનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.

સીડી ઉપરથી પડતા બાળકનું મોત

મોરબી નજીક આંદરણા ગામ પાસે આવેલ સિરામિક યુનીટના લેબર કવાટરમાં રહેતા પરિવારનો બાળક રમતા-રમતા સીડી ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું છે.બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા આંદરણા ગામ પાસેના સોનેક્ષ સિરામિક કારખાના લેબર કવાટરમાં રહેતા રામસ્વરૂપ આદિવાસીનો પાંચ વર્ષનો દીકરો કરણ ગત તા.૧૩-૫ ના રોજ લેબર કોર્ટકવાટરમાં રમતો હતો ત્યારે બપોરના એક વાગ્યાના અરસામાં તે સીડી ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો કે સારવાર કારગત ન નિવડતા ચાલુ સારવારે કરણ નામના બાળકનું મોત નીપજ્યું હતું.

બીમારી સબબ મોત

વાંકાનેરના વઘાસીયા પાસે આવેલ ડુરેજા સિરામિક નામના કારખાનાના લેબર કવાટપમાં રહેતા અને મૂળ ઓરીસ્સાના વતની દુર્ગાભાઈ શુકુલભાઈ મારંડી જાતે આદિવાસી (ઉંમર ૩૧) ને ત્રણ દિવસથી તાવની બીમારી હોય અને આંચકી આવતી હોય તેણે તાવની દવા લીધેલ હતી અને મજુરી કામે જવાનું હતું પરંતુ તે જાગ્યા ન હોવાથી બેભાન અવસ્થામાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વાંકાનેર સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે દુર્ગાભાઇ મારંડી નામના ઓરીસ્સાના આદીવાસી મજુર યુવાનને મૃત જાહેર કર્યો હતો અને વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં હાલ યશપાલસિંહ પરમારે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News