મોરબીના ઘૂંટુ, આંદરણા તેમજ વાંકાનેરમાં વૃદ્ધ બાળક અને યુવાન એમ ત્રણના મોત
મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ ચોરી જનાર ત્રણ પકડાયા
SHARE









મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ ચોરી જનાર ત્રણ પકડાયા
મોરબી તાલુકાનાં નવા જાંબુડિયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને થાળી, તપેલા, કેરમ, બેટ અને વોલીબોલ સહિતની પરચુરણ વસ્તુઓ ચોરી કરી ગયા હોવાથી શાળાના આચાર્ય દ્વારા હાલમાં શાળમાંથી ૧૦,૮૩૦ રૂપિયાના મુદામાલની ચોરી કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સીસીટીવીને આધારે હાલમાં પોલીસે ત્રણને મુદામાલ સાથે પકડી પાડીને આગળની તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલી જ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતા અને નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નયનભાઇ હીંમતભાઇ ભોજાણી જાતે પટેલ (ઉ.૫૨) એ અજાણ્યા શખ્સોની સામે નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાં ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, તા.૭-૫-૨૨ ના બપોરના સાડા બારથી તા.૮ ની સવાર સુધીમાં કોઈપણ સમયે નવા જાંબુડિયા પ્રાથમિક શાળામાંથી, મધ્યાહન ભોજનના રસોડામાંથી તથા મોટરવાળા રૂમમા રાખેલ સામાનની ચોરી કરવામાં આવી છે.તસ્કરો સ્ટીલની ૨૬૫ થાળી, ૧ કુકર, ૧ તપેલુ, પાંચ ભાતીયા, ૧ ડોયો મોટો, ૧૦ નાના ડોયા તથા ચમચા, ૧ ટીનની ડોલ, ૧ પ્લાસ્ટીકની ડોલ, ૧ ઇન્ડીયન ગેસનો બાટલો, રમતગમતના સાધનો જેમા લાકડાનું ૧ કેરમ, ૨ લોખંડના બેડમીન્ટન પોલ, ૧ લોખંડનો વોલીબોલ પોલ, ૧ બેટ, સ્ટમ્પ, ૧ વોલીબોલ આમ કુલ મળીને ૧૦,૮૩૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી કરીને આચાર્યની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ દરમ્યાનમાં સીસીટીવી આધારે તેઓને પકડીને ઉલટ તપાસ કરવામાં આવતાં હાલ ઉપરોક્ત ચોરીના ગુનામાં રજની ગોવિંદ ચાવડા કોળી (૨૧) રહે.નવા જાંબુડીયા, વિપુલ ઉર્ફે ટકો રમેશ અગેચાણીયા કોળી (૨૦) રહે.નવા જાંબુડીયા અને ઈરફાન ગની કાસમાણી મેમણ (૪૦) રહે.ફુલછાબ કોલોની વીસીપરા મોરબી એમ ત્રણની મુદામાલ સાથે ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને પીએસઆઇ અજમેરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ભાઇએ ભાઇને માર મારતા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા પ્રકાશ લાખાભાઈ દેવીપુજક નામના ૩૫ વર્ષીય યુવાનને તેના ઘેર તેના ભાઈ રવી લાખાભાઈ દ્વારા કોઇ કારણોસર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ૧૦૮ વડે પ્રકાશ દેવીપૂજકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાંથી બનાવ અંગે જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
