મોરબીનાં નવા જાંબુડિયા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી થાળી, તપેલા, કેરમ, બેટ ચોરી જનાર ત્રણ પકડાયા
મોરબીના સામાકાંઠા ગળેફાસો ખાઇ જતાં સગીરાનું મોત
SHARE









મોરબીના સામાકાંઠા ગળેફાસો ખાઇ જતાં સગીરાનું મોત
મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કોળી પરિવારની સગીર વયની દીકરી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ ગઇ હતી જેથી કરીને સગીરાનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવી હતી અને બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામની પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નારણભાઈ દેથરીયા જાતે કોળીની ૧૫ વર્ષીય દીકરી શોભનાબેન ગઈકાલ તા.૧૮-૫ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ ગઇ હતી જેથી કરીને તેણીનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે અહીં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ફરજ પરના તબીબ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલ બનાવ અંગે નોંધ કરી છે અને કયા કારણોસર મૃતક શોભનાબેન નારણભાઈ દેથરીયા જાતે કોળી નામની ૧૫ વર્ષીય સગીરાએ અંતિમ પગલું ભર્યું છે..? એ દિશામાં હાલમાં હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મારામારીમાં ઇજા
મોરબીની મેમણ શેરી વિસ્તારમાં રહેતી અમીનાબેન જાવેદજા શાહમદાર જાતે ફકીર નામની ૧૫ વર્ષીય સગીરાને ઘર મારામારીના બનાવવા ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી બનાવને પગલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેતા ખુલ્યો હતુ કે અમીનાબેન પોતાના પિતાની સાથે રહે છે અને માતા અલગ રહે છે દરમિયાન માતાના ઘેર જતાં તે વાતને લઈને પિતાએ જ ગુસ્સે થઇને તેણીને માર માર્યો હતો..!
જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રહેતા જીજ્ઞાબા મહાવીરસિંહ ઝાલા નામની ૩૫ વર્ષીય મહિલા ફિનાઇલ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા બનાવ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે જીજ્ઞાબાના લગ્નને સાતેક વર્ષ થયા હોય પરંતુ હાલ તેઓને સંતાન ન હોય તે બાબતનું મનમા લાગી આવવાથી વિચારવાયુ થઈ જતાં તેમને ઉપરોક્ત પગલું ભર્યું હતું.
