મોરબીમાં ચરિત્રની શંકા રાખીને ધોકા ફટકારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
SHARE









મોરબીમાં ચરિત્રની શંકા રાખીને ધોકા ફટકારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખાડા વિસ્તારમાં રહેતી મહિલાના ચારિત્ર ઉપર તેના પતિને શંકા હતી જેથી કરીને પતિ પત્ની વચ્ચે આ મુદે અવાર નવાર ઝઘડા થતાં હતા દરમ્યાન પતિ દ્વારા પત્નીને ધોકા વડે શરીરે ઢોર માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાની માતાએ તેના જમાઈની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે વીસીપરા નજીક આવેલ ખાડા વિસ્તારમાં કબીર આશ્રમ નજીક રહેતા અનવરશા ખમીશા શેખ જાતે ફકીર તેની પત્ની હલીમાબેન અનવરભાઈ શેખ જાતે ફકીર (૨૪)ને ગુરૂવારની રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના તબીબ દ્વારા હલીમાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી બી ડિવિઝન પીઆઈ પી.કે. દેકાવાડીયા તેમજ રાઇટર મહેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોચ્યો હતો અને મૃતક હલીમાબેનને તેના પતિ અનવરભાઇએ જ ધોકા વડે માર માર્યો હતો જેથી તેણીનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું હતું જેથી મૃતક હલીમાબેનની માતા આઈસાબેન મહમદ હાસમભાઇ શેખ જાતે ફકીર (૫૦) રહે. અંજાર રેલ્વે સ્ટેશન પાસે વાળાએ પોતાના જમાઈ અને મૃતક હલીમાબેનના પતિ અનવરશા ખમીશા શેખ જાતે ફકીર રહે. મોરબી રેલ્વે ટેશન ખાડા વિસ્તાર વીસીપરા પાસે મોરબી વાળા વિરુદ્ધ પોતાની દીકરી હલીમાબેનને ધોકા ફટકારીને તેની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેની દીકરી ઉપર જમાઈને ચારિત્રયની શંકા હતી અને થોડા સમય પહેલા ફરિયાદીની દીકરી કોઈ જગ્યાએ ચાલી ગઈ હતી ત્યાંથી શોધી તેનો જમાઈ તેને શોધી લાવ્યો હતો અને ગુરુવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેની દીકરી હલીમાબેનને ધોકા વડે માર માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે આરોપી અનવરશા ખમીશા શેખ જાતે ફકીરની ધરપકડ કરવામાં આવી છે
