મોરબીમાં ચરિત્રની શંકા રાખીને ધોકા ફટકારીને પતિએ કરી પત્નીની હત્યા
હળવદના કારખાનામાં ૧૨ લોકોના મોતના ગુનામાં એક કારખાનેદાર સહિત કુલ મળીને છ આરોપીઓની ધરપકડ: બે ની શોધખોળ
SHARE









હળવદના કારખાનામાં ૧૨ લોકોના મોતના ગુનામાં એક કારખાનેદાર સહિત કુલ મળીને છ આરોપીઓની ધરપકડ: બે ની શોધખોળ
મોરબી જિલ્લાના હળવદમાં દીવાલ ધરાશાયી થવાથી એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ ૧૨ લોકોના મૃત્યુ નિપજ્યા હતા જે બનાવમાં ૧૮ વર્ષથી નીચેની ઉમંરના સગીર વયના બાળકોને કામે રાખવામા આવ્યા હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની જુદીજુદી કલમ હેઠળ કારખાનાના ત્રણ માલિક, બે સંચાલક અને ત્રણ સુપર વાઇઝર સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં કારખાનના એક માલિક તેમજ અન્ય મળીને છ આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબી જિલ્લાના હળવદમાં આવેલ જી.આઇ.ડી.સી.માં સાગર સોલ્ટ નામના કારખાનામાં તા ૧૮ ના રોજ બપોરે એક દીવાલ તૂટી પડી હતી જેથી કરીને બાળક, મહિલા અને પુરુષો મળીને કુલ ૧૨ લોકોના મોત નિપજ્યાં હતા જે બનાવમાં મુળ સુવઇ ગામના રહેવાસી અને હાલમાં હળવદ જી.આઇ.ડી.સી. પાસે રહેતા રાજેશભાઇ ઉર્ફે લખુ રમેશભાઇ પિરાણા જાતે કોળી (૨૩) ની ફરિયાદ લઈને પોલીસે કારખાનના માલિક અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા રહે. હળવદ, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન રહે. જયપુર રાજસ્થાન અને કિશનરામ લાલારામ ચૌધરી રહે. જયપુર રાજસ્થાન તેમજ સંચાલક દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા રહે. હળવદ અને આત્મારામ કિશનરામ ચૌધરી રહે. હાલ ગિરનારીનગર હળવદ મૂળ રહે.જયપુર વૈશાલીનગર રાજસ્થાન તથા સુપરવાઇઝર સંજયભાઇ ચુનીલાલ ખત્રી રહે. હળવદ, મનોજભાઇ રેવાભાઇ સનુરા રહે. હળવદ અને આસીફભાઇ નુરાભાઇ રહે. હળવદ સામે ગુનો નોંધ્યો હતો
વધુમાં એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ હતું કે, એએફએસ, આર,એન્ડ બી અને ઇન્ડસ્ટિયલ સેફ્ટી વિભાગના રિપોર્ટ બાદ હળવદના સાગર કેમ એન્ડ ફુડ નામના મીઠાના કારખાનામાં જે દીવાલ પડી હતી તે બનાવમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓ જાણતા હોવા છતા પોતાના માલીકીના કારખાનામાં જુનો સેડ બનાવેલ હોય તેના ભોયતળીયા પર સીધીજ સીમેન્ટના બેલાની દીવાલ ચણેલ હતી જે દિવાલ બનાવવા માટે કોઇ પ્રકારનો પાયો કે બીમ, કોલમ ભરેલ ન હતા અને પાયા વગરની દીવાલ ઉભી કરેલ હતી જે દીવાલની ઉંચાઇ તથા લંબાઇ વધુ હોય જે દીવાલ નબળી હોવા છતા દીવાલની બાજુમાં મીઠુ ભરેલ પ્લાસ્ટીકની બોરીઓ ઉપરા-છાપરી રાખવામા આવી હતી અને દીવાલની ઉંચાઇ કરતા વધુ ઉંચાઇ સુધી તે ગોઠવી હતી અને બીજી મીઠાની બોરીઓ નાખવાનુ કામ ચાલુ રાખેલ હતું જેના કારણે બોરીઓનો એક બીજાને ધકા લાગવાથી દીવાલ ઉપર દબાણ આવવાના કારણે દીવાલ પડતા કારખાનામાં કામ કરતા શ્રમીકોનો મોત નિપજ્યાં હતા
આ દુર્ઘટનામાં નવ પુખ્ત શ્રમિકો તથા તેની સાથેનુ એક બાળક તથા મરણ જનાર તરુણ શ્રમિક બેનુ મ્રુત્યુ નિપજાવી અન્ય શ્રમિક તથા તરુણ શ્રમિકને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા આમ આરોપીઓએ બેદરકારી તથા નિષ્કાળજી રાખીને ૧૨ લોકોના મોત નિપજાવી ૧૮ વર્ષથી નીચેની ઉમંરના સગીર વયના બે બાળક અને બાળકીને કામે રાખ્યા હતા જેથી પોલીસે હાલમાં ઇ.પી.કો કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન-૧૯૮૬) (સને-૨૦૧૬માં સુધારા અનુસાર) ની કલમ ૩એ, ૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં અત્યાર સુધીમાં કારખાનના માલિક અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા રહે. હળવદ, સંચાલક દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા રહે. હળવદ અને આત્મારામ કિશનરામ ચૌધરી રહે. હાલ ગિરનારીનગર હળવદ મૂળ રહે.જયપુર વૈશાલીનગર રાજસ્થાન તથા સુપરવાઇઝર સંજયભાઇ ચુનીલાલ ખત્રી રહે. હળવદ, મનોજભાઇ રેવાભાઇ સનુરા રહે. હળવદ અને આસીફભાઇ નુરાભાઇ રહે. હળવદ(સુપરવાઇઝર)ની ધરપકડ કરેલ છે
સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક છ આરોપીઓની ધરપકડ કરેલ છે જો કે, હજુ આ ગુનામાં કારખાનના બે માલિક રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન રહે. જયપુર રાજસ્થાન અને કિશનરામ લાલારામ ચૌધરી રહે. જયપુર રાજસ્થાન વાળાને પકડવા માટે બાકી છે માટે તેને પકડવા તજવીજ ચાલી રહી છે સાથોસાથ હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે
