મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર નજીક ફોનમાં વાત કરવાની બોલાચાલીમાં યુવાન ઉપર હુમલો


SHARE

















મોરબીમાં ઘર નજીક ફોનમાં વાત કરવાની બોલાચાલીમાં યુવાન ઉપર હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાન ઉપર બે શખ્સો દ્વારા હુમલો કરીને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવતા ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં સિકંદર યાકુબ મોવર જાતે મિંયાણા (૨૫) રહે.વીસીપરા હુશૈની ગેઇટ પાસે એ તેમના રહેણાંક  વિસ્તારમાં રહેતા મોહસીન ગફાર ખોડ અને અકબર ગફાર ખોડ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા મોહસીન ભાઈના ઘર પાસેથી પોતે ફોનમાં વાત કરતા જતા હતા ત્યારે તે વાતને લઈને મોહસીનભાઇના પત્ની સાથે બોલાચાલી થઇ હતી તે જુની વાતનો રોષ રાખીને મોહસીન ગફાર ખોડ અને અકબર ગફાર ખોડે એકસંપ કરીને તેમના ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને સિકંદરભાઇને ઇજા પહોંચાડી હતી.

દવા પી જતાં સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ શ્રીજીનગર વિસ્તારમાં રહેતા દર્શનાબેન કુણાલભાઈ ત્રિવેદી નામની ૩૯ વર્ષીય મહિલા કોઈ કારણોસર કોઈ અજાણી દવા પી જતાં તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપીને દર્શનાબેન ત્રિવેદીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોય બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના હજનારી ગામના રાજેશભાઈ ચમનભાઈ ધંધુકિયા નામના ૧૮ વર્ષીય યુવાને પણ પોતાના ગામ નજીક કોઈ અજાણી દવા પી લેતાં તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડીવીજનના એચ.એમ.ચાવડા દ્રારા પ્રાથમિક તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળકી સારવારમાં

હળવદના સાપકડા ગામે રહેતા અશોકભાઈ કુંઢીયાની ૧૦ વર્ષીય દીકરી શિલ્પા બાઈકમાં બેસીને વાડીએથી પરત ઘરે જતી હતી ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં મોડીરાત્રીના બનેલ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ શિલ્પા અશોકભાઈ કુંઢીયા નામની ૧૦ વર્ષની બાળકીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી. જ્યારે માળિયા મિંયાણાના ખાખરેચી ગામે રહેતો જાદુભાઈ શંભુભાઈ લોદરીયા નામનો ૩૪ વર્ષીય યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે કોઈ પ્રાણી ઉતરતા બાઇક સ્લીપ થઇ જતાં માથાના ભાગે ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.




Latest News