મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો


SHARE

















મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા એક ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરી જવાતા ભોગ બનેલ સગીરાની માતાએ સીટી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી છે.જેની તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા એક ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તેણીએ હાલમાં તરંગ ધર્મેન્દ્ર ગૌસ્વામી જાતે બાવાજી હાલ રહે. મહેન્દ્રનગર મોરબી-૨ મૂળ રહે.કણકીયા તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.૧૩-૫ ના સવારના અગિયારેક વાગ્યાના અરસામાં તેમની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે આરોપી તરંગ ગૌસ્વામી દ્વારા તેમની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવેલ છે.હાલ ભોગ બનેલી સગીરાની માતાની ફરિયાદ આધારે કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.જેની તપાસ ડીવાયએસપી પઠાણ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો હુસેન હાજીભાઈ કટીયા નામનો ૨૨ વર્ષીય યુવાન બાઇક લઇને પાડા પુલ નીચે આવેલા બેઠાપુલ ઉપરથી જતો હતો ત્યારે તેનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા પગ તેમજ ગુપ્ત ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના પીઠડ ગામના ક્રિપાલસિંહ નીરૂભા જાડેજા નામનો ૨૩ વર્ષીય યુવાન પીઠડથી કચ્છ તરફ આવેલા કબરાઉ જતો હતો ત્યારે તેનું બાઇક સામખયારી ઓવરબ્રીજ નજીક એકટીવા સાથે અથડાતાં ઈજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહ જાડેજાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

દંપતી સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી પગપાળા જઈ રહેલા નરસીભાઇ ઉકાભાઈ વાઘેલા (૩૨) અને રાજીબેન નરસીભાઈ વાઘેલાને બાઈક ચાલકે હડફેટે લેતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતો હિરેન સુભાષભાઈ ભાડજા નામનો ૩૩ વર્ષીય યુવાન શહેરના શનાળા રોડ મહેશ હોટલ પાસેથી બાઇકમાં જતો હતો ત્યારે અકસ્માત બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.




Latest News