મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ


SHARE

















મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૮૮ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છું ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી. ના વિસ્તારમાં, મોરબી સબજેલમાં ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સીવીલ હોસ્પીટલ, નવલખી, જુના અંજીયાસર ફીસીંગ પોઈટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર, રેલ્વે સ્ટેશન સહિત મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૧૮/૦૬/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

કેશ ક્રેડિટ લોન
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અંતર્ગત મોરબી જિલ્લામાં NRLM યોજના અંતર્ગત આગામી તા.૨૧ ના રોજ સ્વ-સહાય જૂથને કેશ ક્રેડિટ લોન આપવા અંગેનો કાર્યક્રમ સાસંદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મુખ્ય મહેમાનની ઉપસ્થિતિમાં ટાઉન હોલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે યોજાશે.




Latest News