મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક સેમિનાર યોજાશે
મોરબીનો દિપ પરમાર ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં રાજ્ય લેવલે દ્વિતીય ક્રમે વિજેતા
SHARE









મોરબીનો દિપ પરમાર ખેલ મહાકુંભની ચેસ સ્પર્ધામાં રાજ્ય લેવલે દ્વિતીય ક્રમે વિજેતા
ગુજરાતનાં ગામો ગામથી ખેલડીઓ આગળ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખોની સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેતા હોય છે ત્યારે ખેલ મહાકુંભની રાજ્ય લેવલની સ્પર્ધામાં મોરબીના વિનોદભાઇ પરમારના દીકરા દિપ પરમાર દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે વધુમાં માહિતી આપતા વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની ચેસ ઓપન એજ કેટેગરીમાં કુલ ૭૬ સ્પર્ધક હતા અને કુલ ૭ રાઉન્ડમાંથી ૬ પોઈન્ટ કર્યા બાદ દિપ પરમાર એક ગેમ જોય શાહ સામે હારયો હતો દિપે પાંચમાં રાઉન્ડમા બરોડા સિટીના ૧૮૫૫ રેટિંગ વાળા આદિત્ય મેલાણી, છઠ્ઠા રાઉન્ડમા ગાંધીનગરના ૧૭૭૦ રેટિંગ વાળા રુદ્ર પાઠક, સાતમા રાઉન્ડમાં રાજકોટ રૂરલના ૧૬૩૯ રેટિંગ વાળા પ્રીત શેઠને હરાવ્યા હતા. અને દિપનું ઇન્ટરનેશનલ ફિડે રેટિંગ ૧૩૩૫ છે જયારે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા જોય શાહનુ રેટિંગ ૨૧૪૮ છે અને તે ચેમ્પિયન બન્યો છે
