મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરનાર ત્રણ પિતા-પુત્રોની ધરપકડ
મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક સેમિનાર યોજાશે
SHARE









મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક સેમિનાર યોજાશે
ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક પોલીસી-૨૦૨૧ અંતર્ગત તથા રાજય સરકારશ્રીના વિવિધ ઔદ્યોગિક નીતિ હેઠળની યોજનાઓની માહિતી આપવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને લઘુ ઉદ્યોગ ભારતી મોરબીના સંયુકત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારનું આયોજન આજે તા.૨૧ ને શનિવારના રોજ બપોરે ૩ કલાકે સરકારી પોલીટેકનિક, ઘુંટુ રોડ, મોરબી-૨ ખાતે કરવામાં આવેલ છે.
આ સેમિનારમાં રાજય સરકારના ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ વિભાગના નિષ્ણાંતો ઉપસ્થિત રહી ઔદ્યોગિક નીતિ પર માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી અને લધુ ઉદ્યોગ ભારતીના ગુજરાત પ્રાંત કારોબારી મેમ્બર ભીમજીભાઇ ભાલોડીયા તથા લઘુ ઉદ્યોગ ભારતીના મોરબી જિલ્લા પ્રમુખ સુરેશભાઇ કાસુન્દ્રા દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે.
