વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વર્ષાઋતુને ધ્યાને લઇ કોઇપણ કુદરતી આપત્તિ સામે વહિવટી તંત્ર સજ્જ


SHARE

















આગામી સમયમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રિ-મોન્સુનની કામગીરી માટે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાલુકાદીઠ લાયઝન અધિકારી નિમણૂક કરી દેવાઇ છે ઉપરાંત તાલુકા સ્થાનો પર પ્રિ-મોન્સુનની બેઠકોનું આયોજન કરી પ્રિ-મોન્સુનની કામગીરીમાં કોઇ ઢીલાશ ન રહે તે જોવા તાકીદ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા સમયે લોકોનું રેસ્ક્યુ સ્થળાંતર કરવા માટેના આશ્રયસ્થાનો નકકી કરવા અંગેનું આયોજન કરવું તેમજ તાલુકા કક્ષાએ વિવિધ બચાવ ટુકડીનું ગઠન કરવા પણ સુચનાઓ આપવામાં આવી છે.લાયઝનીગ હેઠળના તાલુકામાં ડીઝાસ્ટર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, અછત, રોગચાળાના સમયમાં તાલુકા ખાતે ઉપસ્થિત રહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની દેખરેખ, માર્ગદર્શન, સંકલન અને સતત મોનીટરીંગ કરવા પણ અધિકારીશ્રીઓ જણાવવામાં આવ્યું છે. ડીઝાસ્ટરના સમયમાં તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી ફરજો સોંપી, આફતનો ભાગ બનનાર લોકો સુધી બનતી ત્વરાએ મદદ પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવા તેમજ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહી કરવામાં આવેલ કામગીરી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા અંગેની પણ સુચનાઓ આપવામાં આવી છે.

ભારે વરસાદ દરમ્યાન થયેલ માનવ મૃત્યુ/ઇજા, પશુ મૃત્યુ, કાચા/પાકા મકાન ઝુંપડાને નુકશાન, ઘરવખરી નુક્શાન, માછીમારોને થયેલ નુકશાન વગેરે અંગે જિલ્લા કક્ષાએ તાત્કાલિક પ્રાથમિક અહેવાલ મોકલી આપવા સંબંધિત તાલુકા મામલતદારથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને જરૂરી સૂચના આપવી છે. વર્ષાઋતુ-૨૦૨૨ અંતર્ગત તા.૧/૬/૨૦૨૨ થી તા.૩૦/૧૧/૨૦૨૨ સુધી તાલુકા કંટ્રોલરૂમ શરૂ કરવા અને દર બે કલાકે નોંધાયેલ વરસાદના આંકડા ચોકસાઈ પૂર્વક જિલ્લા કન્ટ્રોલરૂમ ખાતે લખાવવા સંબંધિતને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

તાલુકા લાયઝન અધિકારીઓની નિમણૂંક

મોરબી જિલ્લામાં ફ્લડ, કુદરતી આપદા તથા સરકારના વિવિધ કાર્યક્રમો તથા જિલ્લામાંથી સોપવામાં આવતી મહત્વની યોજનાઓ તથા ઝુંબેશ સ્વરૂપે સોપાયેલ કામગીરી સુચારૂ રૂપે સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હેતુથી સરકારશ્રીની સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર તાલુકા દીઠ લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.જેમાં મોરબી ગ્રામ્ય અને શહેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ટંકારા તાલુકાના લાયઝન અધિકારી તરીકે સુશ્રી ઇશીતા મેર (નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી), વાંકાનેર તાલુકાના લાયઝન અધિકારી તરીકે એ.એચ. શિરેસીયા, પ્રાંત અધિકારી વાંકાનેર, હળવદ તાલુકાના લાયઝન અધિકારી તરીકે એમ.એ.ઝાલા, પ્રાંત અધિકારીશ્રી, હળવદ, માળિયા(મીં) તાલુકાના લાયઝન અધિકારી તરીકે  દેવાંગ રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારીની નિમણૂક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા કરવામાં આવે છે.




Latest News