વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના રણજીત ગઢ પાસે કાર પલટી જતાં મોરબીના યુવાનનું મોત


SHARE

















હળવદના રણજીત ગઢ પાસે કાર પલટી જતાં મોરબીના યુવાનનું મોત

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલા રણજીત ગઢના પાટીયા પાસે બલેનો કાર થોડા દિવસો પહેલા પલટી મારી ગઇ હતી જેથી કરીને કાર ચાલક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નિપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતો નીરજભાઈ મહેન્દ્રભાઈ કૂંડાળીયા જાતે પટેલ (ઉમર ૨૫) ગત તા.૧૬/૫ ના છ વાગ્યાના અરસામાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલા રણજીત ગામના પાટિયા પાસેથી પોતાની બલેનો કાર નંબર જીજે ૩૬ એસી ૩૮૩૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કારચાલક નીરજભાઈ કૂંડાળીયાએ પોતાની કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી કાર પલટી મારી ગઈ હતી અને યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ ઉપેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કૂંડાળીયા જાતે પટેલ (ઉંમર ૧૯) ની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની ઘરે છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરત નગર ગામ પાસે ભરતવન પાસેથી પસાર થઈ રહેલા ટ્રક કંટેનર નંબર જીજે ૧૨ બીવી ૮૮૭૫ ના ચાલકે કોઈપણ પ્રકારની ઈશારો કર્યા વગર અચાનક પોતાનું વાહન વળાંકમાં વાળી લેતા બાઇક નંબર જીજે ૩૬ ડી ૩૬૬૩ ના ચાલક ધ્રુવભાઈ રમેશભાઈ રંગપરીયા (૨૪)ને હડફેટે લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ટ્રકનો ચાલકે પોતાનું વાહન ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો માટે હાલમાં ભોગ બનેલા ધ્રુવભાઈના પરિવારજન પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે. રવાપર રોડ મધુરમ સોસાયટી કંકુપગલા એપાર્ટમેન્ટ વાળાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News