મોરબી-માળીયાના ખેડૂતોને ચોમાસાનું આગોતરું વાવેતર કરવા માટે સિચાઈનું પાણી આપવા સીએમને રજૂઆત
મોરબીમાં આડેધડ સ્પીડબ્રેકર ફિટ કરનાર કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ
SHARE









મોરબીમાં આડેધડ સ્પીડબ્રેકર ફિટ કરનાર કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ
મોરબી શહેરના દરેક વિસ્તારમાં આડેધડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવી રહ્યા હતા જેથી કરીને લોકોમાં આ કમગિરિની સામે રોષની લાગણી હતી જો કે, કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ પ્લાસ્ટીકના સ્પીડબ્રેકર ફિટ કરવામાં આવેલ છે જે વાહન ચાલકો સહિતના માટે માથાના દુખાવા સમાન છે અને ચીફ ઓફિસરે હાલમાં આ કામના કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ કરી નાખ્યો છે
મોરબી પાંચ મહિનામાં સ્પીડ બ્રેકર નગરી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ચીફ ઓફિસર, કાઉન્સિલર કે પોલીસ સાથેના કોઈ પણ જાતની ચર્ચા વગર આડેધડ પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મૂકવામાં આવી રહયા છે જે વાહન ચાલકો અને લોકો માટે માથાના દુખાવા સમાન હતું જેથી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા કોન્ટ્રાકટર પોલીસ કે ચીફ ઓફિસરને જાણ કર્યા વગર આડેધડ સ્પીડ બ્રેકર ફિટ કરતો હતો અને અત્યાર સુધીમાં ૪૫ લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે અને હાલમાં ૨૫ લાખનું બિલ બાકી છે જેને ચીફ ઓફિસર દ્વારા રોકી દેવામાં આવ્યું છે અને એજન્સીનો કોન્ટ્રાકટ રદ્દ કરી નાખવામાં આવ્યો છે. જો કે, ચૂકવાયેલા બિલનું શું તે સૌથી મોટો સવાલ છે અને તે કોના ઇશારે તાત્કાલિક ચૂકવવામાં આવેલ છે તે તપાસનો વિષય છે
