મોરબીના લાયન્સનગર અને ગોકુલનગર પાસે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ
SHARE









મોરબીના લાયન્સનગર અને ગોકુલનગર પાસે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ
મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબીના વોર્ડ નં ૧૧ માં શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર અને ગોકુલનગર મેઈન રોડ નવો બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે જે કામને ચોમાસુ શરૂ થાય તે પહેલા પૂરું કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે અને જો ચોમાસા પહેલા કામ પૂરું નહીં કરવામાં આવે તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શ્ક્યતા છે અતે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રોડની કામગીરી બંધ છે જેના લીધે લોકોને હેરાન થવું પડે છે તો પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીએ દ્વારા તાત્કાલિક રોડનું કામ પૂરું કરવામાં આવે તેના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
