મોરબીના લાયન્સનગર અને ગોકુલનગર પાસે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવાની માંગ
ટંકારાના નસીતપર ગામે જુગાર રમતા ચાર શખ્સ ૧૦,૪૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE









ટંકારાના નસીતપર ગામે જુગાર રમતા ચાર શખ્સ ૧૦,૪૦૦ ની રોકડ સાથે પકડાયા
ટંકારા તાલુકાના નસીતપર ગામે દાડમની વાડીની બાજુમાં સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૪૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નસીતપર ગામે દાડમની વાડીની બાજુમાં આવેલ સરકારી ખરાબાની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર અજીતભાઇ જુસબભાઇ ચૌહાણ જાતે સીપાહી (૪૭) રહે.લાતી પ્લોટ શેરી નં-૮ મોરબી, જાવીદભાઇ અબ્દુલભાઇ ચૌહાણ જાતે સીપાહી (૨૨) રહે.માધાપર શેરી નં-૨૨ મોરબી, અબ્દુલભાઇ અલ્લારખાભાઇ ખરોશી જાતે સીપહી (૫૭) રહે.નાના રામપર અને નુરમામહમદ ઉમરભાઇ ચૌહાણ જાતે સીપાહી (૫૦) રહે.નશીતપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા તેઓની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૪૦૦ કબ્જે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
યુવાનનું સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી પ્રમુખસ્વામી સોસાયટીમાં ઓમકાર પેલેસમાં રહેતો કૃપાલ ધનજીભાઈ વિરમગામા નામનો ૨૩ વર્ષીય યુવાન બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઘવાયેલ કૃપાલ વિરમગામને આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સાઇલેન્ડ સિરામીક (જૂનું વેલેન્જા સીરામીક) માં માટીના ઢગલા ઉપર સૂતેલા મહેશભાઈ જયંતીભાઈ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાન ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં પગના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
