મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત


SHARE









 મોરબીના ઉંચી માંડલ પાસે ત્રીજા માળેથી પટકાયેલા યુવકનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઉચી માંડલ ગામ પાસેના સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી કરીને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એરોન સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પટેલ નામનો ૩૫ વર્ષીય યુવાન તા.૨૩ ના રાતના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માતે લેબર કવાટરમાં ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજતાં ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા બનાવ અકસ્માતે મોતનો જ છે કે અન્ય કોઇ બાબત છે તે દીશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એકવીલ સિરામીક નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતાં રાજુસિંગ સુબેરસિંગ ગુર્જર નામના ૨૬ વર્ષીય યુવાનને હળવદ રોડ ઉપર મારામારીમાં ઇજાઓ થઈ હતી જ્યાં માર માર્યા બાદ તેને ગાડીમાં બેસાડીને શનાળા લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આગળ શનાળા ગામ પાસે માર મારીને ઉતારી દેવામાં આવ્યો હતો..?! આ મારામારીનાં બનાવ અંગે હાલમાં તાલુકા પોલીસમાં જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના સોમનાથ સિરામિકમાં રહીને મજૂરીકામ કરતા હંસાબેન ભાવેશભાઈ મકવાણા નામની ૪૦ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તે અંગે તાલુકા પોલીસે નોંધ કરી છે અને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News