મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
SHARE









મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોની રોકડા રૂપિયા ૨૦,૮૦૦ સાથે પોલીસ દ્વારા ધરપકડ કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલુકાના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમવામાં આવતો હોવાની બાતમી મળી હતી.જેના આધારે ત્યાં રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમી રહેલા ડાયા કાનજી સોલંકી (૫૩), કાળુ લક્ષ્મણ મકવાણા (૪૫), જયુભા દેવીદાન દેવસુર ગઢવી (૩૫), ગણેશ રણછોડ ઝાપડા ભરવાડ (૨૧) અને દિનેશ સુખા વાઘેલા દેવિપુજક (૩૪) જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૨૦,૮૦૦ સાથે ઉપરોક્ત પાંચેય પતાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેર તાલુકાના ભેરડા ગામના વતની છગનભાઈ રવજીભાઈ ગાંગડીયા નામના ૬૪ વર્ષીય વૃદ્ધ રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે વાંકાનેરમાં આવેલ નર્સરી પાસે તેઓ અકસ્માતે રિક્ષામાંથી નીચે પડી જતા છગનભાઇને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપરના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા અજય માનસીંગ ડોડીયા નામના ૨૨ વર્ષીય યુવાનને શહેરના નગર દરવાજા ચોક વિસ્તારમાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળીયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામના રહેવાસી ખોડીદાસભાઇ પ્રફુલભાઈ ચૌહાણ બાઈકમાં જતા હતા ત્યારે તેઓના ગામ પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ખોડીદાસભાઇને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
