વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE

















મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ નીચી માંડલ પાસે સિરામિક કારખાનામાં બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી મળી હતી જેના આધારે જુદીજુદી એનજીઓ દ્વારા સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી ત્યારે તે કારખાનામાં કામ કરતાં ૨૦ જેટલા બાળકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા અને પછી તેના આધાર કાર્ડ સહિતના પુરાવા ચેક કરવામાં આવ્યા હતા અને નવ બાળકોને કામે લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી અમદાવાદની એનજીઓના સભ્ય દ્વારા મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની ધરપકડ કરેલ છે

મોરબીના નીચી માંડલ ગામ પાસે રામેસ્ટ ગ્રેનાઇટો નામના કારખાનાની અંદર બાળ મજૂરી કરવામાં આવી રહી છે તેવી બચપન બચાવો આંદોલનને માહિતી મળી હતી જેથી કરીને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલબચપન બચાવો આંદોલનએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ લાઇનની ટીમ દ્વારા થોડા સમય પહેલા રેડ કરવામાં આવી હતી ત્યારે નવ બાળકોની ઉંમર ૧૮ વર્ષથી નાની હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શાંતિ કોમ્પ્લેક્ષમાં રહેતા દામિનીબેન વિજયભાઈ પટેલ (૫૧) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુભાઈ, ગણેશભાઈ, બાપુસિંગ અને શંકરભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં રાકેશભાઈ મેલસિંગ મેડા જાતે આદિવાસી (૨૪) મૂળ રહે. એમપી, રજનીકાંત ઉર્ફે રજૂ શકુરાસિંગ આદિવાસી (૨૮) મૂળ રહે. ઓરિસ્સા, બાપુશા ઉર્ફે ગણેશભાઈ ચનાભાઈ નાયક જાતે આદિવાસી (૨૨) મૂળ રહે. ઓરિસ્સા અને શંકરભાઈ દીનાભાઇ પરમાર જાતે આદિવાસી (૪૧) મૂળ રહે. એમપી રહે. બધા રામેસ્ટ ગ્રેનાઇટો વાળાની ધરપકડ કરેલ છે




Latest News