વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે અધિકારી-પદાધિકારીના તબોટા !: ડ્રો ના એક વર્ષ પછી પણ અલીગઢી તાળાં ?


SHARE

















મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે અધિકારી-પદાધિકારીના તબોટા !: ડ્રો ના એક વર્ષ પછી પણ અલીગઢી તાળાં ?

“ગરીબોને ઘરના ઘરનું સપનું થયું સાકાર” મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ૧૦૦૮ ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના ૬૦૮ ક્વાર્ટરનું મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને પાલિકાના ટાઉનહોલ ખાતે માર્ચ ૨૦૨૧ માં ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો અને લાભાર્થીને તેના ક્વાર્ટરની ચાવી માત્ર ફોટો સેશસન પૂરતી આપવામાં આવી હતી આ વાતને સાંભળીને જરાપણા ચોંકી જવાની જરૂર નથી કેમ કે, કવાર્ટરનો ડ્રો કરવામાં આવ્યો તેને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે તો પણ આજની તારીખે મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરમાં અલીગઢી તાળાં લટકી રહ્યા છે અને પાલિકામાં આ મુદે પૂછપરછ કરવામાં આવતા એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, હજુ કવાર્ટરમાં કામ બાકી છે અને તે કામ પૂરું કરવા માટે બે મહિના પહેલા પાલિકામાંથી નોટિસ આપવામાં આવી છે તો પણ કોન્ટ્રાકટર દ્વારા તેનો કોઈ પ્રતિયુતર આપવામાં આવેલ નથી તો પણ પાલિકાના અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને કોન્ટ્રાકટરની સામે અધિકારી અને પદાધિકારીઓ તબોટા પડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે

સરકાર દ્વારા શહેરની વિસ્તારને સલામ ફ્રી કરવા માટે ગામોગામ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા આવી રહ્યા છે દરમ્યાન મોરબીમાં ૩૩ કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવસ યોજનાના ૧૦૦૮ મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને વર્ષ ૨૦૧૩ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી અને માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા જેનો વર્ક ઓર્ડરમાં પણ ઉલેખ કરવામાં આવ્યો હતો જો કે, આ ૧૦૦૮ પૈકીના માત્ર ૪૦૦ કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નંબર ૧૧૧૬માં બનાવવામાં આવ્યા હતા જેનો અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો અને મોરબીના બાયપાસ ઉપર સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે તે ૬૦૮ ક્વાર્ટરનો માર્ચ ૨૦૨૧ માં ડ્રો કરવામાં આવ્યો હતો જો કે, આજની તારીખે હજુ સુધી લાભાર્થીઓને તેના ક્વાર્ટર આપવામાં આવ્યા નથી

મોરબીમાં શહેરના શનાળા રોડ બાયપાસ પાસે સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે જેનો ડ્રો ૨૨ માર્ચ ૨૦૨૧ ના રોજ કરીને શહેરના પછાત વિસ્તારોમાં રહેતા અને ઘર વિહોણા ગરીબ પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકર કરવામાં આવ્યું છે અને ઓનલાઈન ડ્રો કરીને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ચાવી આપી દેવામાં આવેલ છે તેવું જે તે સમયે પાલિકાના અધિકારી અને પદાધિકારી દ્વારા કહેવામા આવ્યું હતું જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, આજની તારીખે પણ શનાળા રોડ બાયપાસ પાસે સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે તેમાંથી એક પણ મકાનમાં કોઈ લાભાર્થી રહેવા માટે આવેલ નથી જેથી કરીને આ મુદે પાલિકામાં પૂછપરછ કરવામાં આવતા એવી માહિતી મળી હતી કે, અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને કામ આપવામાં આવ્યું છે તેના દ્વારા આજ દિવસ સુધી કવાર્ટર બનાવવાનું કામ ૧૦૦ ટકા પૂરું  કરવામાં આવ્યું નથી જેથી કરીને લાભાર્થીઓને કવાર્ટરનો કબ્જો આપવામાં આવેલ નથી  

અત્રે ઉલેખનીય છે કે, ડ્રો કરવામાં આવ્યો હતો ત્યારે કહેવામા આવ્યું હતું કે, કવાર્ટરમાં લાભાર્થીની બદલે બીજા કોઈ રહેતા હશે તો તાત્કાલિક અસરથી મકાન પરત લઈ લેવામાં આવશે પરંતુ પાલિકાના અધિકારી અને પદાધિકારી એક વર્ષ પછી પણ લાભાર્થીઓને તેના મકાન મળે તેવું કરી શક્યા નથી વધુમાં મળતી માહિતી મુજબ ગત તા ૨૯/૩/૨૦૨૨ ના રોજ અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને તાત્કાલિક કવાર્ટર બનાવવાનું કામ ૩૦ દિવસમાં ૧૦૦ ટકા પૂરું કરવા માટે પાલિકામાંથી નોટિસ આપવામાં આવી છે જો કે, આશ્ચર્યની વાતએ છે કે, કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી તો પણ તેનો તરફથી કોઈ પ્રતિયુતર પાલિકામાં આપવામાં આવેલ નથી અને તો પણ પાલિકાના અધિકારી દ્વારા તે કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી જેથી કોન્ટ્રાકટરની સામે અધિકારી અને પદાધિકારીઓ તબોટા પડી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે

પાલિકામાંથી મળતી માહિતી મુજબ ૧૦૦૮ કવાર્ટર બનાવવા માટે ૩૦.૬૧ કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જો કે, ૧૧.૫૦ ટકા કરતા વધારે ઉચું ટેન્ડર પાસ થયું હોવાથી આ કવાર્ટર ૩૩ કરોડથી વધુના ખર્ચે આ કવાર્ટર બનાવવામાં આવેલ છે જો કે, એક વર્ષમાં જે મકાન બનાવી દેવાના હતા તે સાત વર્ષ પછી પણ કોન્ટ્રાકટર દ્વારા બનાવીને આપવામાં આવેલ નથી ત્યારે ગરીબ પરિવારો કે જેને ડ્રોમાં મકાન લાગેલ છે તેને પોતાના મકાનમાં રહેવા માટે જવાનો અવસર કયારે આવશે તે સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર સંવેદન સીલ છે તેવું કહેવામા આવે છે પરંતુ મુખ્યમંત્રી આવાસ યોજનાના કવાર્ટરનો ડ્રો એક વર્ષ પહેલા કરવામાં આવેલ છે તો પણ લાભાર્થીઓને તેના મકાન રહેવા માટે મળેલ નથી જેથી કરીને કવાર્ટરના લાભાર્થીઓ કે પછી સામાન્ય નાગરિક માટે નહિ પરંતુ કોન્ટ્રાકટર માટે સરકાર સંવેદન સીલ હોય તેવો હાલમાં ઘાટ જોવા મળી રહ્યો છે




Latest News