મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE









મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ

રાજ્યના સફાઇ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્યમાં ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ૧,૨૦,૦૦૦ ની નાણાંકીય  સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અન્વયે નાણાંકીય વર્ષ – ૨૦૨૨-૨૩ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નિયામક, અનુ.જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ની કચેરી, કચેરી નં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ખાતે સંપર્ક કરવા એ.એમ.છાસિયા, જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News