વાંકાનેરના વઘાસિયાની ઘટનામાં નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ
મોરબી નવજીવન વિધાલય અને ન્યુએરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ ૭ મેડલ જીત્યા
SHARE









મોરબી નવજીવન વિધાલય અને ન્યુએરા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ ૭ મેડલ જીત્યા
તાજેતરમાં ૧૩ મી નેશનલ ટેક્વેંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨ નું મધ્યપ્રદેશ (ઉજ્જૈન) ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો જેમાં જતાપરા શુભમ, પ્રજાપતિ રોનક અને પટેલ પ્રિન્સ, ટિંબલ ટીનુ, વાઘેલા હેતલ, ભરાડીયા લીના ખટાણા મીત ગોલ્ડ મેડલ હાંસેલ કરેલ છે તો રોનક પ્રજાપતી અને પ્રીતિ મહિયાએ સિલ્વર મેડલ મેળવેલ છે અને વાઘેલા હેતલ તેમજ ગૌસ્વામી યશગીરીએ બ્રોઝ મેડલ મેળવેલ છે આમ કુલ મળીને ૭ મેડલ જીતી ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેથી જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, હાર્દિકભાઈ પાડલિયા તેમજ બ્રિજેશભાઈ ઝાલરીયાએ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવેલ છે
