વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર અને ટીંબડી ગામ પાસે બેફામ ખનીજચોરી: સરપંચ-ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ


SHARE

















મોરબીના ધરમપુર અને ટીંબડી ગામ પાસે બેફામ ખનીજચોરી: સરપંચ-ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી તાલુકાનાં ધરમપુર અને ટીંબડી ગામની આસપાસ બ્લાસ્ટ કરીને ખનીજચોરી કરતા ખનન માફીયાઓ બેફામ બની ગયા છે અને વારંવાર થતાં બ્લાસ્ટના લીધે લોકોની મિલકતોમાં પણ નુકશાન થાય છે ત્યાર જવાબદાર અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહયા નથી જેથી કરીને ગામના સરપંચોની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા આ મુદે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે જો કે, ખનીજચોરીને ડામવા માટે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લો ખનીજચોરી માટે પ્રખ્યાત બની ગયો હોય તેમ વારંવાર ગાંધીનગર સુધી રજુઆતો જાય છે પરંતુ એ રજુઆતો ગાંધીનગર અથડાઈ ને પાછી ફરે છે જેથી આજદીન સુધી મોરબી જિલ્લામાં ખનીજચોરી મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ જિલ્લામાં પાસ પરમીટ કે રોયલ્ટી વિના બેરોકટોક ખનીજચોરી થઈ રહી છે જેને રોકવામાં આવતી નથી અને તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે મોરબી નજીક આવેલા ધરમપુર ટીંબડી વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજચોરી સામે ગ્રામજનોએ બાયો ચડાવી સરપંચ સહીતનાઓએ કલેક્ટર કચેરી ધસી જઈને ગેરકાયદેસર ચાલતા ખનીજ ખનન મામલે રજુઆત કરી છે

ધરમપુર અને ટીંબડીના ગ્રામજનોએ જણાવ્યું હતુ કે તેઓના ગામ નજીક વર્ષોથી ખાણમાં બ્લાસ્ટીંગ કરી પથ્થરો કાઢી ગેરકાયદેસર વેચાણ કરે છે અને ભુમાફીયાઓ પોતાના ફાયદાઓ માટે ગ્રામજનોની મિલકતોને નુકશાન કરી રહ્યા છે કેમ કે, બ્લાસ્ટીંગ સમયે જોરદાર અવાજ અને ધુજારીથી ગ્રામજનોના પાકા મકાનોમા તિરાડો પડવા લાગી છે ત્યારે સ્થાનીક તંત્ર જાણે કે હળવદ જેવી ગોજારી ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે વધુમાં આ ખનીજચોરીમાં મોરબી ખાણખનીજ વિભાગના અમુક અધિકારીઓ પણ મળેલા હોવાની ચર્ચા  સાથે મોટાભાગના સરકારી બાબુઓની મીઠીનજર તળે સમ્રગ ખનીજ કૌંભાડ ચાલતું હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તેમજ ગેરકાયદેસર ધમધમતી ખનીજચોરીની ટ્રકો વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી ખનીજચોરી તાત્કાલિક બંધ કરવા ગ્રામજનોએ માંગ કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે ગ્રામજનોની કરેલી રજૂઆત પછી કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં 




Latest News