મોરબીના ધરમપુર અને ટીંબડી ગામ પાસે બેફામ ખનીજચોરી: સરપંચ-ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
સીએનજી ગેસના ભાવ સરકાર તાત્કાલિક ઘટાડો કરે તેવી માંગ: રમેશ રબારી
SHARE









સીએનજી ગેસના ભાવ સરકાર તાત્કાલિક ઘટાડો કરે તેવી માંગ: રમેશ રબારી
આજ દેશ અને ગુજરાતમાં તમામ પ્રકારની મોઘવારીથી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકોને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો કરેલ છે અને તે ચૂંટણી લક્ષી ભાવ ઘટાડો છે. ત્યારે સરકારે રિક્ષા ચાલકોની પરિસ્થિતિ ઘ્યાને લઇને સીએનજીમાં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોઈએ તેવી માંગ કોંગ્રેસનાં આગેવાને કરી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ સરકારમાં રજૂઆત કરી છે કે, રીક્ષા ચાલકોએ કોરોના સમયમાં પણ સારી કામગીરી કરેલ હતી અને આજ રીક્ષા ચલાવતા લોકોને પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું છે તેમના બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ નથી કરી શકતા અને ગેસમાં ભાવ વઘારો કરવાથી રીક્ષા ના ભાડા પણ વઘારી શકતા નથી અને સીએનજીમાં ગેસ કંપની તરફથી ભાવ વઘારો કરવામાં આવ્યો છે ત્યારે સરકારે તાત્કાલિક અસરથી સીએનજી ગેસમાં ભાવ ઘટાડો કરવો જોઈએ તેવી માંગ કરેલ છે
