સીએનજી ગેસના ભાવ સરકાર તાત્કાલિક ઘટાડો કરે તેવી માંગ: રમેશ રબારી
વાંકાનેરના પાડધરા ગામે પથ્થરની ખાણમાં વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE









વાંકાનેરના પાડધરા ગામે પથ્થરની ખાણમાં વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના પાડધરા ગામે પથ્થરની ખાણમાં કામગીરી દરમિયાન યુવાનને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી યુવાનનું મોત નિપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહે તે મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પાડધરા ગામે હુસેનભાઇની પથ્થરની ખાણમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યોગેશભાઈ સેવક (૨૨) ગઇકાલે કામગીરી કરી રહ્યો હતો ત્યારે પથ્થરની ખાણમાં શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું ત્યારબાદ યોગેશભાઈના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મહિલાનું મોત
વાંકાનેર શહેરના જામસર ખાતે રહેતા રંજનબેન પ્રવીણભાઈ ઇંદરિયા જાતે કોળી (૩૨)ને કાનની નીચેના ભાગમાં ગાંઠ હતી તેનું રાજકોટની સિનરજી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યુ હતું અને ગઇકાલે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો ગભરામણ થતી હતી અને ઉલટી થતી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલમાં લઈને ગયા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને પીએમ કરવામાં આવ્યું હતું જેમાં હાર્ટ એટેક આવી જવાના કારણે મહિલાનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
