વાંકાનેરના પાડધરા ગામે પથ્થરની ખાણમાં વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત
વાંકાનેરની લુણસર ચોકડી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે મોરબીનો શખ્સ પકડાયો
SHARE









વાંકાનેરની લુણસર ચોકડી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે મોરબીનો શખ્સ પકડાયો
વાંકાનેર તાલુકાની લુણસર ચોકડી પાસેથી પસાર થઇ રહેલા એક્ટિવાને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે એક્ટિવમાંથી કુલ મળીને દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને એક્ટીવા મળીને ૨૩૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં મોરબીના એક શખ્સની ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની લુણસર ચોકડી પાસેથી એકટીવા નંબર જીજે ૩૬ ઇ ૧૪૩૦ પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને સ્થાનિક પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યું હતું અને એક્ટિવા ચાલક પાસેથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી ૩૬૦૦ રૂપિયાની કિંમતનો દારૃ અને ૨૦ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ પોલીસ દ્વારા ૨૩૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે નવઘણભાઈ મોહનભાઈ સોલંકી (૨૦) રહે. કાલીકા પ્લોટ મેલડી માતાના મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
બે બોટલ દારૂ
મોરબીના લખધીરવાસ ચોકમાંથી પાસેથી પસાર થઈ રહેલા એક્ટીવા નંબર જીજે ૩૬ જે ૩૮૮૬ ને પોલીસે ચેક કરતા તે એક્ટિવા ચાલક પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે એક હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ૩૦ હજાર રૂપિયાની કિંમતનું એક્ટિવા લઇને ૩૧ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી (૩૩) રહે. જેલ રોડ વણકરવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે
દેશીદારૂ
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે આવેલ દિનેશભાઈ હીરાભાઇ સારલાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે આરોપી દિનેશ હીરાભાઈ હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવે છે
