વાંકાનેરની લુણસર ચોકડી પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે મોરબીનો શખ્સ પકડાયો
હળવદના ચરાડવા ગામે ગોપાલનગરમાંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી
SHARE









હળવદના ચરાડવા ગામે ગોપાલનગરમાંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ગોપાલનગરમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે ટ્રેકટરની ટ્રોલીને પાર્ક કરીને મૂકી હતી જે ટ્રોલીને કોઈ અજાણ્યો શખ્સ રાત્રી દરમિયાન ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનો દ્વારા ૨૦ હજાર રૂપિયાની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ હોવા અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા ગોપાલનગરમાં રહેતા જગદીશભાઇ ગોકળભાઈ ચૌહાણ જાતે દલવાડી (૩૬)એ પોતાના ઘરની પાસે ટ્રેકટરની ટ્રોલી નંબર જીજે ૧૩ વાય ૪૯૯૧ પાર્ક કરીને મૂકી હતી જે વીસ હજાર રૂપિયાની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી કોઈ અજાણ્યો શખ્સ રાત્રી દરમિયાન ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા જગદીશભાઈ ચૌહાણ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જુગાર
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાનની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી ત્યારે પ્રવીણભાઈ બેચરભાઈ પંચાલા અને રાકેશભાઈ ભૂપતભાઈ સકેરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
