વાંકાનેર જેપુર રૂપાવટી રોડ ઉપર અકસ્માત સર્જીને બાળકનું મોત નીપજવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









વાંકાનેર જેપુર રૂપાવટી રોડ ઉપર અકસ્માત સર્જીને બાળકનું મોત નીપજવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના જેપુર રૂપાવટી રોડ ઉપર રહેણાંક મકાન પાસે બાળકને કાર ચાલકે અડફેટે લીધો હતો જે બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેથી કરીને હાલમાં આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે બાળકના પિતાએ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના જેપુર રૂપાવટી રોડ પર ગોરધનભાઈ સાદુરભાઈ ચાવડાના રહેણાંક મકાન પાસે રાજકોટના વેલનાથ પરા શેરી નંબર-૪ માં મોરબી રોડ પર રહેતા જગદીશભાઇ સોમાભાઈ માધાણી જાતે કોળી (ઉંમર ૩૪)નો દીકરો ભાવિક રમતો હતો ત્યારે તેને સ્વિફ્ટ કાર નંબર જીજે ૩ એમઈ ૩૫૬૮ ના ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને ભાવિકને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી અને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક બાળકના પિતા જગદીશભાઈ સોમાભાઈએ કાર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
