વાંકાનેર જેપુર રૂપાવટી રોડ ઉપર અકસ્માત સર્જીને બાળકનું મોત નીપજવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું
SHARE









મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું
મોરબી જીલ્લામાં ચેરિટિ ભવનના નવા બિલ્ડિંગનું આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે આ ચેરિટિ ભવન તૈયાર કરવામાં આવશે
મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યો છે અને રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓ કે, જે ભાડાના મકાનોમાં અથવા તો અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય છે તેના પોતાના અલાયદા ભવન નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં મોરબી સહિત રાજ્યના આઠ જીલ્લામાં વર્ચ્યુયલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા ગામ પાસે અંદાજે અઢી કરોડના ખર્ચે ચેરિટિ ભવન બનાવવામાં આવશે ત્યાં મોરબી જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થશે જેથી કરીને ત્યાં ટ્રસ્ટની નોંધણી, હોદેદારોના નામમાં સુધારા, તેના નાણાકીય વહીવટની ચકાસણી સહિતના કામ ઝડપથી કરવામાં આવશે આ તકે કલેક્ટર જે.બી.પટેલ, અધિક કલેક્ટર એન.કે. મુછાર અને મદદનીશ ચેરિટિ કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ) સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા
