મોરબી જીલ્લામાં શનાળા ગામે અઢી કરોડના ખર્ચે બનનારા ચેરિટિ ભવનનું સીએમએ ભૂમિ પૂજન કર્યું
મોરબી: મોટા વાગુદડ ખાતે ગડારા પરિવારનું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબી: મોટા વાગુદડ ખાતે ગડારા પરિવારનું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
શ્રી પાંચાબાપા ગડારા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત મોટા વાગુદડ ખાતે ખેંગારકા અને પીપરટોડા ગામના ગડારા પરિવારનાં યજમાન પદે ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ જે.ગડારા(મોરબી) ના પ્રમુખસ્થાને પરિવાર મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ પૂજય પાંચાબાપાનાં સાનિધ્યમાં યોજાયો હતો.
જેમા શાંતિયજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ તથા કોરોનાકાળમાં અકાળે અવસાન પામ્યા તેવા પરિવારનાં સદસ્યોને શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ. કાર્યક્રમના આરંભમાં કારોબારી સભ્ય શૈલેષભાઈ ગડારાએ સ્વાગત પ્રવચન કરેલ, કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ કુલપતિ મહેન્દ્રભાઈ પાડલિયાએ બાળકોની ઉજ્જવળ શૈક્ષણિક કારકીર્દિ, સ્કીલ અને ડીગ્રી વચ્ચેની તુલના સ્પષ્ટ કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ પ્રમુખસ્થાનેથી આર્થિક પ્રગતિમાં સંઘર્ષ અને પરિવારનો સહકાર પ્રગતિના સોપાનસર કરવા જરૂરી છે તે બાબતે ભારપુર્વક સમજાવ્યું હતુ. ટ્રસ્ટના ઉપપ્રમુખ જયંતિલાલ ગડારાએ ટ્રસ્ટ દ્વારા આર્થિક સહાય, ડીરેકટરીને અદ્યતન કરવા અને શૈક્ષણિક વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. ટ્રસ્ટી નારણભાઈ ગડારાએ ડીરેકટરી, બિઝનેશ તથા નોકરી કરતાં પરિવારના સભ્યોના માહિતી ફોર્મ વિશે સૌને માહિતગાર કર્યા હતા.ટ્રસ્ટનાં મંત્રી કરશનભાઈ ગડારાએ ટ્રસ્ટના વાર્ષિક હિસાબો રજૂ કરીને ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી માહિતગાર કરેલ.ગુરૂજીએ પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા.વડીલ વંદના કાર્યક્રમમાં ૯૦ વર્ષથી મોટી આયુ ધરાવતા વડીલ માતાપિતાને તથા તેમની પુત્રવધુનું સન્માન કરવામાં આવ્યું હતુ. ઉમિયા પદયાત્રિક ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ફિલ્ડમાર્શલ બ્લડ બેન્કને ૭૧ બોટલ બ્લડ ડોનેટ કરી આગવું સેવાકાર્ય કરવામાં આવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેંગારકા અને પીપરટોડા ગામનાં ગડારા પરિવાર તથા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં અવચરભાઈ, ભાવેશભાઈ, હસમુખભાઈ, મધુકાંતભાઈ, શૈલેષભાઈ અને રમેશભાઈએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંકલન ઉપપ્રમુખ જયંતિલાલ ગડારા અને ટ્રસ્ટી નારણભાઈ, શાંતિલાલ ગડારા, કમલેશભાઈ ગડારા તથા અલ્પેશભાઈ , ચંદ્રેશભાઈ , નીતેષભાઈએ કર્યુ હતુ. કાર્યક્રમમાં આશરે ૨૨૦૦ જેટલા ગડારા પરિવારજનોએ હાજરી આપીને કાર્યક્રમને દીપાવ્યો હતો. અંતમાં ભાવેશભાઈ ગડારાએ આભારવિધિ કરી હતી.
