વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની છેતરપિંડી માટે બોગસ આધાર કાર્ડ બનાવનારા શખ્સની ધરપકડ


SHARE

















મોરબીમાં કરોડોની છેતરપિંડી માટે બોગસ આધાર કાર્ડ બનાવનારા શખ્સની ધરપકડ

મોરબીમાં વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી માટે વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા અને તે આરોપીઓ જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ ગુનાની તપાસ દરમ્યાન ખોટા આધારકાર્ડ બનાવનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીના આલાપ રોડ ઉપર શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫) એ થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, વૃદ્ધને વજેપર ગામની જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી ભગવાનજીભાઇ દેત્રોજાની સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરી હતી આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓ હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ ગુનાની તપાસ દરમ્યાન ગુણને અંજામ આપવા માટે જે ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ખોટા આધારકાર્ડ બનાવનારા કૈલાશ કેશવજીભાઈ નંદાસણા જાતે પટેલ (૩૨) રહે. રવાપર ઘુનડા રોડ ઉમિયાનગર શેરી નંબર-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News