મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !


SHARE









લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !

વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓ ટેક્સની આવક સહિત પાલિકામાં થતી આવકની માહિતી આપતા ન હોવાથી તેની પાસે માહિતી માંગવામાં આવી હતી અને રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી જેના વિરોધમાં હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે અને કર્મચારીઓએ ચીફ ઓફિસર માફી માંગે તેવી માંગ કરેલ છે

હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા જે હડતાળ કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ટાઉનહોલ શોપીંગ સેન્ટર ખાતે પાલિકામાં પાણીપૂરવઠાની ઓફિસ ખાતે અવાર નવાર બોલાવી કલાકથી વધારે સમય સુધી અધિકારી બેસાડી રાખે છે જેથી લોકોના કામો ખોરંભે ચડે છે, અંજલીબેન ગોહેલ, પ્રભાબેન અજાણા અને ડીંપલબેન એ. ભટ્ટને તા.૪/૫/૨૦૨૨ નાં રોજ કચેરીમાં બોલાવીને પ્રાદેશીક કમિશ્નરને પત્ર લખો કે, અમારે મુખ્ય અધિકારી તેમજ એકાઉન્ટન્ટની જરૂરીયાત નથી અન્યથા તમારૂ રાજીનામુ લખો એવુ કહ્યું હતું અને ગાળો આપી હતી, પાલિકા કચેરીનાં કર્મચારી અદિત્ય એચ. કરોતરા અને હાર્દિક એમ. સરસીયાને કચેરીમાં બોલાવીને 'તમારો કરાર આ મહિને રીન્યુ નહી કરવામાં આવે અને તમોને છુટા કરી દેવામાં આવશે’ એવી ધમકી આપેલ છે અને વારંવાર ઉચાપતનો આક્ષેપ કરીને ફોજદારી ગુન્હો દાખલ કરવાની ધમકીઓ આપવામાં આવે છે, પાલિકાનાં કર્મચારી કમલેશભાઈ આઈ. સોલંકી, દિપકસિંહ ટી. ઝાલા, મહેશભાઈ એસ. ચૌહાણ, મયુરભાઈ આર. સોલંકીને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપવામાં આવેલ છે તેવા આક્ષેપ સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે 

જો કે, આ મુદે પાલિકાના મહિલા ચીફ ઓફિસર તેજલ મુંધવા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, પાલિકામાં ટેક્સની આવક, જન્મ મરણ અને લગ્ન નોંધણીથી થતી આવક સહિતની આવકનો કોઈ હિસાબ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતો નથી અને લોકોના કામ કરવાના બદલે રાજકીય આગેવાનો પાસે કલાકો સુધી બેસી રહેતા હોવાથી પાલિકાની કામગીરી થતી ન હોવાથી કડક ભાષામાં સૂચના આપવામાં આવી હતી અને જો હું ખોટી હોવ તો ભલેને કરે મારા ઉપરી અધિકારીને ફરિયાદ મને કોઈ વાંધો નથી પરંતુ જ્યાં સુધી વાંકાનેર પાલિકામાં છું ત્યાં સુધી પાલિકાના નાણાકીય હિસાબ યોગ્ય રીતે રાખવામા આવે અને લોકોના કામ સારી રીતે કરવામાં આવે તે જોવાની જવાબદારી મારી છે અને તે કામ મે હાલમાં કર્યું છે




Latest News