લો બોલો: વાંકાનેરના ચીફ ઓફિસરે આવક અને કામનો હિસાબ માંગતા કર્મચારીઓની હડતાળ !
મોરબીની જેલમાં બંધ આરોપીને છોડાવવા માટે ખોટું મેડિકલ સર્ટિ કઢાવી આપનારા શખ્સની ધરપકડ
SHARE









મોરબીની જેલમાં બંધ આરોપીને છોડાવવા માટે ખોટું મેડિકલ સર્ટિ કાઢવી આપનારાની ધરપકડ
મોરબીની જેલમાં બંધ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીએ વચ્ચગાળાના જમીન મેળવવા માટે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં મેડિકલ સાથે અરજી કરી હતી અને રાજકોટ સરકારી હોસ્પીટલનુ મેડીકલ સર્ટી રજૂ કરવામાં આવ્યું હતું જો કે, તેની ખરાઈ કરવામાં આવતા તે મેડિકલ સર્ટિ ખોટું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા જમીન અરજી કરનારા જેલમાં બંધ આરોપી, તેની પત્ની અને તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે હાલમાં ખોટું મેડિકલ સર્ટિ કાઢવી આપનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે
મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જીલ્લા રજીસ્ટ્રાર એ.એચ.દવે દ્વારા બે માસ પહેલા મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથક ખાતે અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ (ઉ.૩૬) રહે. હાલ સબ જેલ મોરબી મુળ મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી અને તેની પત્ની અફસાનાબેન અહેમદભાઇ કાસમાણી રહે. મોચી શેરી કુબેરનાથ રોડ મોરબી તથા તપાસમા ખુલ્લે તે તમામની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે કે, આરોપી અહેમદ ઉર્ફે આમદો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૯ ના એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ છે અને આ ગુન્હાના કામે મોરબી સબ જેલમા છે જેથી વચ્ચગાળાના જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ અરજી કરેલ હતી જે અરજીમા પોતાની પત્નીને માસીકની તકલીફ હોય બ્લીડીંગ થતુ હોય કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ જણાવ્યુ હતું અને આરોપી અફસાનાબેન અહેમદભાઇ કાસમાણીએ પોતાને બીમારી સબબ રાજકોટ સરકારી હોસ્પીટલનુ ખોટુ મેડીકલ સર્ટી મેળવી મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમા રજુ કર્યું હતું તે ખોટું મેડિકલ સર્ટી રજૂ કર્યું હતું જેથી કરીને જેલમાં બંધ આરોપી અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણ અને તેની પત્ની અફસાનાબેન એમદભાઈ ઉર્ફે આમદો કાસમાણી જાતે મેમણ (૩૬) તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે આરોપીની પત્નીની ધરપકડ કરીને તેના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરેલ છે અને આ ગુનાની તપાસમાં ખોટું મેડિકલ સર્ટિ કાઢવી આપનારા કિશન હસમુખભાઇ ગજેરા જાતે પટેલ (૨૭) રહે. રાજકોટ ઋષિકેશ એપાર્ટમેંટ મનહર પ્લોટ-૧ ની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ કરવામાં આવી રહી છે વધુમાં પોઈલીસ સૂત્રો પાસેથી મલ્ટી માહિતી મુજબ કિશને જે ખોટું મેડિકલ સર્ટિ કાઢવી આપ્યું હતું તેના આધારે જો આરોપીના જમીન મજૂર થાય તો તેને ૨૫ હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે, ખોટું મેડિકલ સર્ટિમાં કયા ડોક્ટરે સહી કરી હતી તે દિશામાં હાલમાં તપાસ કરવામાં આવી રહી છે
મારામારીમાં ધરપકડ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો. જેમા મુસ્તાક મીરની માતા તેમજ સામાપક્ષેથી દાવલા ગેંગના સભ્ય દ્રારા સામસામી ફરીયાદો નોંધાવવામાં આવી હતી.જેમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સાહીલ ઉર્ફે સવો રહેમાન ચાનીયા સંધી (૧૮) રહે.કાલીકા પ્લોટની ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પઠાણ ગામના વતની શેરબાનુબેન રહીમભાઈ ફકીર નામની ૨૫ વર્ષીય મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી
દવા પી જતાં સારવારમાં
હળવદના રાયસંગપર ગામના રહેવાસી રાજુભાઈ બચુભાઈ ગેડાણી નામના ૪૨ વર્ષીય યુવાને પોતાના વાળી પાસે ખડ બાળવાની દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૬ પાસે ભરતભાઇ હિંમતભાઈ પીઠવા નામના ૫૫ વર્ષીય આધેડ બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હળવદના રામદેવપીર મંદિર પાસે કુંભાર દરવાજા નજીક રહેતા પ્રકાશ રતિલાલ ચારોલા નામનો ૩૯ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યાં રસ્તામાં ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થતા પ્રકાશભાઈને સારવાર માટે મોરબી લવાયા હતા.
