મોરબીની જેલમાં બંધ આરોપીને છોડાવવા માટે ખોટું મેડિકલ સર્ટિ કઢાવી આપનારા શખ્સની ધરપકડ
ભારે કરી... મોરબીમાં સાસુના ત્રાસથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમલગ્ન કરી લીધા
SHARE









ભારે કરી... મોરબીમાં સાસુના ત્રાસથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમલગ્ન કરી લીધા
મોરબીના લક્ષ્મીનગર ગામેથી વર્ષ ૨૦૧૮ માં પરિણીતા ગુમ થઈ હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી દરમ્યાન સાસુના ત્રાસથી ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે
મોરબીના લક્ષ્મીનગર ગામેથી પરિણીતા કમળાબેન ગુમ થઈ ગયા હતા જેથી તેની ફરિયાદ નોંધાઈ હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં એવી માહિતી સામે આવી છે કે, સાસુ રેવીબેનના ત્રાસથી કંટાળી જઇને તે કોઈને કશું જ કહ્યા વગર જતી રહી હતી અને તે ચોટીલા બાજુ રખડતુ ભટકતુ જીવન જીવતી હતી ત્યારે ત્રણેક વર્ષ પહેલા રાજકોટના આરીફઅલી પરમાર સાથે પ્રેમસંબંધ બંધાતા તેને આરીફઅલી પરમાર સાથે ચોટીલા મંદીરમાં લગ્ન કરી લીધેલ છે જેથી પોલીસે આ અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે
પરિણીતા સારવારમાં
મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાં રહેતા રેખાબેન હરેશભાઇ ગૌસ્વામી (ઉમર ૨૮) ને તેઓના ઘેર તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત રેખાબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીકના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા હિનાબેન રાહુલભાઈ જાદવ નામની ૨૦ વર્ષીય પરિણીતાને તેના ઘેર તેના પતિ સહિતના ઘરના અન્ય સભ્યો દ્વારા માર મારવામાં આવતા હિનાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તાલુકા પોલીસે બનાવ અંગે જાણ થતાં હાલમાં બીટ વિસ્તારના જમાદાર એ.એલ.ઝાપડીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મારામારીમાં ઇજા
મોરબીના લીલાપર ગામે રહેતા હસમુખભાઇ કરશનભાઈ ભંખોડિયા નામના ૨૦ વર્ષના યુવાનને મચ્છુ ડેમ પાસે નવાગામે પરાઈ માતાના મંદિર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એલ.ઝાપડીયા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે આમરણના રહેવાસી રમેશભાઈ માવજીભાઈ કાસુન્દ્રા નામનો ૪૪ વર્ષીય યુવાન ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે ગામ નજીકના પેટ્રોલ પંપ પાસે બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.
