ભારે કરી... મોરબીમાં સાસુના ત્રાસથી ભાગી ગયેલ પરિણીતાએ પ્રેમલગ્ન કરી લીધા
હળવદના સમલી ગામના યુવાને ડુંગરપુરની સીમમાં ગળેફાંસો ખાતા મોત
SHARE









હળવદના સમલી ગામના યુવાને ડુંગરપુરની સીમમાં ગળેફાંસો ખાતા મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સમલી ગામના વતની યુવાને શિવપુર-ડુંગરપુરની સીમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું ઘટનાસ્થળે મોત નિપજતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ બનાવ હળવદ પોલીસની હદમાં બન્યો હોય હળવદ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સમલી ગામના રહેવાથી દિલીપભાઈ અરજણભાઈ મારવાણીયા જાતે પટેલ નામના ૩૪ વર્ષીય યુવાને શિવપુર-ડુંગરપુરની સીમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત થતા તેમના મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથકની હદમાં બન્યો હોય હળવદ પોલીસને જાણ કરાઇ હતી જેથી બીટ વિસ્તારના જમાદાર મહેશભાઈ બાલાસરાએ બનાવ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે મૃતક દિલીપભાઈ મારવાણીયા પરિણીત હતા અને તેઓને બે સંતાનો છે.તેઓ કારખાનામાં કામકાજ કરતા હતા જોકે હાલ તેઓના પાસેથી કોઈ સુસાઇડ નોટ મળેલ નથી અને તેઓએ હાલ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે તપાસનો વિષય છે.
ગળેફાંસો ખાતા સારવારમાં
ટંકારાના લજાઈ પાસે આવેલ એબીસી કેમિકલના સ્ટાફ કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા હિતેશ અમથાભાઈ રાઠવા નામના ૨૭ વર્ષીય યુવાને તેના કવાટરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા સાહિલ જાકીરભાઇ નામના ૨૨ વર્ષીય યુવાનને નવા સેવા સદન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે બી ડિવિઝનના જગદીશભાઈ ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.
ટંકારા મારામારીમાં ઇજા
ટંકારા ખાતે મઢવાળી શેરીમાં રહેતા નરેશભાઈ જીવણભાઈ બાર જાતે રબારી નામના ૨૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશભાઇને પાડોશી શૈલેષભાઈ અને રમેશભાઈ સાથે કોઈ બાબતે માથાકૂટ થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં નરેશ રબારીને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી અને એસાર પંપની વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સુનિલ ગોરધનભાઈ (૧૯) રહે. ત્રાજપર અને અમિત રાજેશભાઈ પાટડીયા ૨૧ રહે શિવ શક્તિ સોસાયટી મોરબી બે ને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરાયેલ છે.
