હળવદના સમલી ગામના યુવાને ડુંગરપુરની સીમમાં ગળેફાંસો ખાતા મોત
હળવદના રણમલપુર ગામે જુગાર રમતા સાતની ૧.૬૬ લાખની રોકડ સાથે ધરપકડ
SHARE









હળવદના રણમલપુર ગામે જુગાર રમતા સાતની ૧.૬૬ લાખની રોકડ સાથે ધરપકડ
મોરબી જીલ્લામાં દારૂ-જુગારની બદી દુર કરવા માટે જીલ્લાના નવનિયુકત એસપી રાહુલ ત્રીપાઠીએ સુચના કરેલ હોય હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની સુચનાથી હળવદના પીએસઆઈ આર.બી.ટાપરીયા તથા ટીમે રણમલપુર ગામે વાડીમાં રેડ કરતા ત્યાં જુગાર રમી રહેલા સાત પતાપ્રેમીઓની રોકડા રૂા.૧.૬૬ લાખ મળી કુલ રૂા.૩.૩૬ લાખની મતા જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે કરેલ જુગારની રેડમાં વાડી માલીક દીલીપભાઇ કરસનભાઇ વામજા જાતે પટેલ (ઉ.વ.૩૨), રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી તેના કબ્જા ભોગવટાની વાડીએ બાતમી આધારે રેઈડ કરી જુગારનો અખાડો ચલાવનાર વાડી માલીક દિલીપ વામજા તથા જુગાર રમવા આવેલા હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા જાતે પટેલ (ઉ.વ.૩૭) ધંધો.ખેતી રહે.હળવદ વસંતપાર્ક તા.હળવદ, પ્રકાશભાઇ ગોરધનભાઇ કણઝરીયા જાતે દલવાડી (ઉ.વ.૩૩), ધંધો.ખેતી રહે.વેગડવાવ તા.હળવદ જી.મોરબી, હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા જાતે પટેલ (ઉ.વ.૪ર) ધંધો.ખેતી રહે.હળવદ આનંદપાર્ક, ચિંતનભાઇ નટવરભાઇ સુરાણી જાતે પટેલ (ઉ.વ.૩૪) ધંધો.ખેતી રહે.દુદાપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, દિનેશભાઇ ઠાકરસીભાઇ આજોલીયા જાતે પટેલ (ઉ.વ.૫૨) ધંધો ખેતી રહે.વઢવાણ ૮૦ ફુટ રોડ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર અને મનસુખભાઇ શામજીભાઇ વરમોરા જાતે પટેલ (ઉ.વ.૪૯) ધંધો ખેતી રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબીની રોકડા રૂા.૧,૬૬,૦૦૦ તથા અન્ય મુદામાલ મળીને કુલ રૂા.૩,૩૬૦૦૦ સાથે પકડી પાડીને તમામની જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ અટકાયત કરવામાં આવેલ છે.
