હળવદના રણમલપુર ગામે જુગાર રમતા સાતની ૧.૬૬ લાખની રોકડ સાથે ધરપકડ
વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ - નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
SHARE









વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ - નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ - વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ તારીખ ૨૧/૫/૨૦૨૨ ને શનિવારના રોજ યોજાયેલ હતો જેમાં કુલ ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયાં હતા. આ સમૂહ લગ્નોત્સવ વાંકાનેરના સમસ્ત કોળી સમાજની એકતા દર્શાવતા ભગવાન માંધાતાદેવ અને સંત શ્રીવેલનાથબાપુના મંદિરના વિશાળ મેદાનમાં યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમિતિના મુખ્ય આયોજકો શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, શામજીભાઈ માંડાણી, ભગવાનજીભાઈ મેર, રતિલાલ અણીયારિયા, રમેશભાઈ ગણાદિયા, ભરતભાઈ ડાભી, દેવશીભાઇ સાપરા, હેમંતભાઈ ધરજીયા, હનાભાઈ ડાભી, હસમુખભાઈ ભુંસડિયાએ ઉપસ્થિત રહેલ પૂજ્ય મહંતશ્રી વાલજી ભગતબાપુ - કાળાસર જગ્યા, સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ, કોળી સમાજના તમામ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, વાંકાનેર તાલુકાના તમામ કોળી સમાજનો, તરણેતર સમૂહ લગ્ન સમિતિ, નવાગામ-આણંદપર સમૂહ લગ્ન સમિતિ, મોરબી અને રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજની ટીમ તથા કોળી સમાજના તમામ સંગઠનો અને ખાસ સેવા આપનાર વાંકાનેર તાલુકાના અલગ અલગ ગામોની સમિતિઓનું અને ભાજપના આગેવાનો અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા તથા અન્ય સમાજના આગેવાનોનું ભાવભર્યું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પૂજ્ય મહંત શ્રી વાલજી ભગત બાપુ અને કુંવરજીભાઇ બાવળિયાએ કોળી સમાજ વતી સમસ્ત કોળી સમાજની એકતા દર્શાવતા મંદિરના નિર્માણ અને સમૂહ લગ્નના કાર્યક્રમ અંગે જિજ્ઞાસાબેન મેરને કોળી સમાજના મજબુત મહિલા આગેવાન ગણી તેમનો અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
