ટંકારા પોલીસ સ્ટેશને એસપીની હાજરીમાં લોક દરબાર યોજાયો
SHARE









ટંકારા પોલીસ સ્ટેશને એસપીની હાજરીમાં લોક દરબાર યોજાયો
જીલ્લા પોલીસવડાએ ટંકારા પોલીસ સ્ટેશનમા લોક દરબાર યોજી પોલીસ કામગીરી સહિત તાલુકાના અન્ય વિભાગોમા જતા લોકોને સરકારી કામો અંગે કોઈ મુશ્કેલી સમસ્યાઓ હોય તો મોકળા મને રજુઆત કરવા આહવાન કર્યું હતુ. પોલીસ સિવાયના વિભાગની મુશ્કેલી પોતે જે તે વિભાગને મોકલી નિવારણ કરવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
ટંકારા પોલીસ મથકે નવનિયુકત જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ઈન્સ્પેકશન કર્યા બાદ તાલુકાના લોકોને આગોતરા ધ્વનિ સંદેશ મારફતે આમંત્રણ મોકલી લોકદરબાર યોજ્યો હતો. લોકદરબારમા એસપી રાહુલ ત્રિપાઠીએ સૌપ્રથમ ઉપસ્થિતોના પરીચય કેળવી પોલીસ કામગીરી અંગે કોઈ પ્રશ્ન હોય, પોલીસ ક્યાંય દમન કરતી હોય તો કોઈ ડર વગર મોકળા મને રજુઆત કરવા આહવાન કર્યું હતુ. ઉપરાંત, અન્ય સરકારી વિભાગોમા જતા લોકોને અન્ય વિભાગો ના પ્રશ્ર્નો હોય તો તેની રજુઆત પણ સાંભળી તેનુ નિરાકરણ લાવવા પોતે પ્રયાસ કરવા ખાતરી આપી હતી. આ તકે, ટંકારાના જયેશભાઈ ભટાસણાએ તાલુકા મથકે શનિવારે અને બુધવારે વિકલી બજાર ભરાતી હોય ભીડ નો લાભ લઈ ચીલઝડપ સહિતના બનાવો બનતા હોવાથી ટાઉનમા હાલ બંધ પડેલા જુના પોલીસ મથકમા ચોકી ચાલુ કરવા માંગણી કરી હતી. જે અંગે ફોજદાર ભાગ્યેશભાઈ દિલીપભાઈ પરમારે જુની પોલીસ ચોકી જર્જરિત હાલતમા હોવાનુ જણાવતા પોલીસવડાએ નિવેડો લાવવા ખાતરી આપી હતી.
જ્યારે, એડવોકેટ સિરાજભાઈ અબ્રાણીએ પ્રજામા કાયદાકીય જાણકારી માટે સમયાંતરે લીગલ અવરનેસ માટે આયોજન કરવા રજુઆત કરી હતી. લોકદરબારમા ખુલ્લા મને રજુઆત કરવાની તક મળતા તાલુકાના ટોળ ગામના ઘેલાભાઈ ફાંગલીયાએ દુર ના ગામડાના ધાર્મિક સ્થળો, મંદિરોને છાસવારે તસ્કરો નિશાન બનાવતા હોય પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગણી કરી હતી. જીલ્લા પોલીસ અધિક્ષકે તમામ પ્રશ્ર્ને યોગ્ય કરવાની ખાતરી આપી હાઈવે પર અકસ્માતનુ પ્રમાણ અન્ય હાઈવે કરતા વધુ હોવાથી ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા સુચના આપી હતી. ઉપરાંત, પંથકના ફેક્ટરી માલિકોને મજુરો,વર્કરોને કામ કાજે આવે ત્યારે ટ્રાફિક સેન્સનુ પાલન કરે તે જોવા અનુરોધ કર્યો હતો.
