મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ
SHARE









મોરબીથી બાબા બુઢા અમરનાથ યાત્રામાં જવા માટે નામ નોંધણી શરૂ
દર વર્ષ બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે યાત્રા બંધ હતી જો કે, આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસમાં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. અને ૨૮ જુલાઈ જમ્મુ યાત્રી નિવાસ ભગવતીપરામાં યાત્રા ઉદ્ઘાટનમાં સૌરાષ્ટ્રપ્રાંત, કર્ણાટક, જોધપુર, રાજસ્થાનના યાત્રાળુઓની ઉપસ્સ્થતિમાં યાત્રા શરૂ કરવામાં આવશે અને તા ૨૯ જમ્મુથી પ્રથમ ટુકડી બાબા બુઢા અમરનાથ યાત્રા પ્રસ્થાન કરશે.
છેલ્લા ઘણા વર્ષોથી જે યાત્રા યોજાઇ રહી છે તે આ વર્ષ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર ભારતમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યાત્રાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે આ યાત્રામાં જવા માટે રજીસ્ટરેશન શરૂ થઈ ગયું છે અને મોરબી જિલ્લા માટે રજીસ્ટ્રેશન કરવા વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે (૯૫૯૫૬ ૮૮૮૮૮), બજરંગદળ જિલ્લા સંયોજક કૃષ્પભાઈ રાઠોડ (૯૬૮૭૬ ૧૮૦૦૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે આ બાબા બુઢા અમરનાથ યાત્રાના સંપર્ક ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ અને સહ યાત્રા ઇન્ચાર્જ પરેશભાઈ રાવલ છે જે સમગ્ર સૌરાષ્ટ્રના યાત્રાળુને લઈને તા. ૨૬ જુલાઈએ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈએ બીજી ટુકડી લઈને રાજકોટથી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.
