મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ
SHARE









મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા ત્રીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ
મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ રાજ્યની ખાનગી શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં બે રાઉન્ડ પૂરું થઈ ગયા છે અને ધો. ૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા માટે ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે તેના માટેને કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે
વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્યની કુલ ૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળા માં જુદા જુદા માધ્યમમાં કુલ ૭૧૩૯૬ જેટલી જગ્યાઓ આરટીઇ હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૬૪,૪૬૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમય મર્યાદામાં ૫૮,૩૪૭ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ છે
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ ૧૩,૦૪૯ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે ખાલી જગ્યાઓ રહેલ શાળાઓની પુનઃ પસંદગીની તક તા. ૧૨ મે થી તા. ૧૪ મે દરમિયાન આપવામાં આવેલ ત્યારબાદ આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા. ૧૭ મેને મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં વધુ ૬,૩૩૪ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે, જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૫૪૮ જેટલા વિદ્યાર્થીઓએ જેને શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો.
અને હજુ પણ રાજ્યમાં ૮૫૦૧ જગ્યાઓ ખાલી છે તેના માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પ્રથમ કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા ૨૬ થી ૨૮ સુધીમાં આરટીઇ ના વેબ પોર્ટલ http://to.orpgujarat.com પર જઇ શાળાઓની પુનઃ પસંદગીનો મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
