વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ ૧૩ યોજનાઓના ૨૨૦૦ જેટલા લાભર્થીઓને મળશે લાભ


SHARE

















આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ ૧૩ યોજનાઓના ૨૨૦૦ જેટલા લાભર્થીઓને મળશે લાભ

મોરબી જીલ્લામાં કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ૩૧મી મેના રોજ યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જુદાજુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા

આગામી ૩૧મી મેના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શિમલા ખાતે હાજર રહી તેમજ અન્ય સ્થળોએ વર્ચ્યુઅલી સંવાદ કરવાના છે ત્યારે તેને સંલગ્ન તમામ રાજ્યોમાં રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર જે.બી.પટેલે વિવિધ વિભાગની ૧૩  યોજનાઓના લાભાર્થીઓને સાંકળીને ૨૨૦૦ જેટલા લાભાર્થીઓને લાભ અપાય તેવી વ્યવસ્થા કરવા સંલગ્ન વિભાગોને તાકીદ કરી હતી. ઉપરાંત લાભાર્થીઓ  સિવાય સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો, તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ જિલ્લાના તમામ પદાધિકારીઓને આ કાર્યક્રમનો હિસ્સો બનાવવામાં આવે તેવી સુચના આપી હતી.

વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી ગયેલ લાભાર્થીઓને લાભ પહોંચાડવાના હેતુથી યોજાનાર આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગની યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના( ગ્રામિણ અને શહેરી), પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ અને શહેરી), જલ જીવન મિશન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનીધિ, વન નેશન વન રેશનકાર્ડ, આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળી એમ કુલ ૧૩ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ બેઠકમાં ડીડીઓ પરાગ ભગદેવ, અધિક જિલ્લા કલેક્ટર એન.કે.મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, એ.એસ.પી.  અતુલ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એસ.શેરસિયા, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.




Latest News