મોરબીમાં સમાધાન માટે આવેલ ભાભીના પરિવારે નણંદને માર મારવાના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ
મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર ન આપીને યુવાનને છરી ઝીકનારા શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં ગાડીમાં થયેલ નુકશાનીનું વળતર ન આપીને યુવાનને છરી ઝીકનારા શખ્સની ધરપકડ
મોરબીમાં વાહન ભાડે આપનારા યુવાન પાસેથી એક શખ્સે વાહન ભાડે લીધું હતું અને સેલ્ફ ડ્રાઈવમા તે ગાડી લઈને પડધરી ગયા હતા દરમ્યાન તે વાહનમાં નુકશાની આવી હતી જેથી કરીને વાહનના માલિકે નુકશાનીના રૂપિયા માંગ્યા હતા ત્યારે ગાડી લઈ જનારે વળતર આપવાના બદલે બોલાચાલી કરીને ગાડીના માલીકને છરીના બંને હાથમાં ઘા ઝીંકી દીધા હતા જેની ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ સામેની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતો દીક્ષિત પ્રવીણભાઈ ભાલોડીયા (ઉમર ૨૯) વાહન ભાડે આપવાનો ધંધો કરેલ છે અને ગત તા.૧૪-૫ ના રાત્રીના નવેક વાગ્યે શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક મારામારીના બનાવમાં તેને હાથના ભાગે છરી મારવામાં આવી હતી જેથી સારવાર લીધા બાદ યુવાને મહેન્દ્રનગર ગામે રહેતા હાર્દિક ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદી પાસેથી હાર્દિક ફૂલતરિયા તેની પાસેથી ગાડી નંબર જીજે.૦૪. સી.આર. ૪૨૪૯ સેલ્ફ ડ્રાઈવમાં લઈને ગયો હતો અને આ ગાડી પડધરી પાસે ઝાડ સાથે અથડાઇ હતી જેથી ગાડીમાં નુકશાની થયેલ હતી માટે ફરિયાદીએ તેની પાસે નુકશાનીના રૂપિયાની માંગણી કરી હતી ત્યારે હાર્દિક ફૂલતરિયાએ બોલાચાલી કરીને ફરિયાદીને બંને હાથમાં છરીના ઘા ઝીકિ દીધા હતા જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને હાલમાં પ્રફુલ્લભાઈ પરમાર દ્વારા આરોપી હાર્દિક બાબુલાલ ફૂલતરિયા જાતે પટેલ (૨૬) રહે, મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
