મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હવે જાગ્યા !: હળવદનાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીમાં મશીનરી મૂકીને ૧૬.૯૭ લાખની રેતીની ચોરી


SHARE













હવે જાગ્યા !: હળવદનાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીમાં મશીનરી મૂકીને ૧૬.૯૭ લાખની રેતીની ચોરી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુદાજુદા વિસ્તારમાંથી પસાર થતી નદીમાંથી બેફામ રેતી ચોરી કરવામાં આવે છે તે હક્કિત છે અને અગાઉ અનેક વખત રેડ કરવામાં આવી છે તો પણ ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે રેતીનું ખન્ન કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી હાલમાં હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીના પટમાથી મશીનરી મૂકીને છેલ્લા મહિનાઓમાં ૧૬,૯૭,૫૪૫ રૂપિયાની કિંમતની રેતીની ચોરી કરવામાં આવી છે જેથી કરીને મોરબી ભુસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઈઝર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા જુદીજુદી બે ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે

મોરબીની ભુસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઈઝર મીતેષ આર. ગોજીયાએ હાલમાં એકસ્કેવેટર મશીન નં.જીજે ૨૫ બી ૭૮૯૦ ના ચાલક હબીબભાઈ હાસમભાઈ સંધી રહે. ટિકર તાલુકો હળવદ વાળાની સામે રેતી ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત  તા.૩/૪/૨૦૨૨ થી અત્યાર સુધીમાં હળવદ તાલુકાનાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદી પટમાથી આરોપીએ પોતાના હવાલા વાળુ એકસ્કેવેટર મશીન નં.જીજે ૨૫ બી ૭૮૯૦ ચલાવીને ચાડધ્રા ગામની નદીમાંથી બિન અધિક્રુત રીતે ૩૩૨૪.૪૯ મેટ્રિન ટન રેતીની ચોરી કરી છે જેથી કરીને ૭,૯૭,૮૭૮ ની રેતીની ચોરી કરી કરવામાં આવી હોવાની તેને ફરિયાદ નોંધવાતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શનઓફ ઇલ્‍લીગલ માઇનીંગટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમસ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર-૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

તો ભુસ્તરશાસ્ત્રીની કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરાએ હ્યુન્ડાઈ કંપનીના મશીન નં.જીજે ૨૫ બી ૮૬૭૭ જેના ચેસીસ નં. N601D03047 ના માલીક હુશેન હરેશભાઇ ખીમજીભાઇ પટેલ રહે. નંદન બંગ્લોઝ મકાન નં.૬૨ હળવદ વાળાની સામે રેતી ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદી પટમાથી આરોપી ગત તા.૧૯/૧૨/૨૦૨૧ ના રાત્રિના બે વાગ્યાથી આરોપીએ પોતાનુ હવાલા વાળુ હ્યુન્ડાઈ કંપનીના મશીન ચાડધ્રા ગામની નદીમાં ઉતર્યું હતું અને નદીમાંથી બિન અધિક્રુત રીતે ૩૭૪૮,૬૧ મેટ્રિક ટન સાદી રેતી જેની કિંમત ૮,૯૯,૬૬૭ ની ચોરી કરી છે જેથી કરીને પોલીસે આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શનઓફ ઇલ્‍લીગલ માઇનીંગટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ ૧ થી ૬ તથા જી.એમ.એમ.સી.આર-૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News