મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમાધાન માટે આવેલ ભાભીના પરિવારે નણંદને માર મારવાના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં સમાધાન માટે આવેલ ભાભીના પરિવારે નણંદને માર મારવાના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં રિસમાણે બેઠેલ ભાભી તેના ઘરેણાં અને દીકરાના જન્મનું પ્રમાણ પત્ર લેવા માટે આવી હતી ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના વડીલો ત્યાં હાજર હતા ત્યારે નણંદને વચ્ચે બોલવાની ના કહીને ભાભી અને તેના માતા-પિતા સહિતના લોકોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પહેલા ભાભી સહિતના બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરીટાવર બ્લોક નં. બી/૦૩ યદુનંદન-૪ માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા જાતે પટેલ (ઉ.૪૦)એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયારેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ રહે. બધા માણાવદર જિલ્લો જુનાગઢ તેમજ તેમની સાથેના અજાણ્યા પાચ માણસોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેના ભાઇ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ છે અને તેના ભાભી હાલે જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે જે ભાભી તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનુ જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના લોકો હાજર હતા ત્યારે ફરિયાદીના ભાઈના સાસુ રેખાબેનસસરા ધીરજલાલભાભી ભાવીકાબેન તથા તેમની સાથેના અજાણ્યા પાચ માણસોએ ફરિયાદીને તમારે કાંઇ બોલવાનું થતુ નથી તેમ કહી ગેરશબ્દો બોલી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ છુટા હાથે માર માર્યો હતો અને ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઇજા કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે પહેલા ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ આઘારા (૩૬)ની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં હાલમાં મોરબી સીટી-એ ડિવિઝન પીએસઆઈ એમ.પી.સોનારા દ્વારા રેખાબેન ધીરજલાલ વાઘરીયા જાતે પટેલ (૬૩) રહે. બસ સ્ટેશન પાછળ એસબીઆઈ રોડ માણાવદર તેમજ ખીમાણંદભાઈ જગમાલભાઇ મારડિયા જાતે આહીર (૪૨) ધંધો શિક્ષક ગામ બામણાસા (ઘેડ) તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે




Latest News