હવે જાગ્યા !: હળવદનાં ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીમાં મશીનરી મૂકીને ૧૬.૯૭ લાખની રેતીની ચોરી
મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે બે બાઈક સામસામે અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE









મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે બે બાઈક સામસામે અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીમાં ખાખરેચી દરવાજા મોટા પીરની દરગાહ પાસે બે બાઇક સામસામે અથડાયા હતાં જેથી કરીને યુવાનને આંખ નીચે ગાલ ઉપર તેમજ બંને પગના ઢિચણના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર શેરી નં-૨૪ માં રહેતા અને હાલ ગાંધીધામ ઇન્દિરા નગર મીઠી રોડ ઉપર રહેતા વિશાલભાઈ બાબુભાઈ થરેસા જાતે કોળી (ઉંમર ૩૩) પોતાનું બાઇક નંબર જીજે ૧ એલએચ ૮૦૪૫ લઈને મોરબીમાં આવેલ ખાખરેચી દરવાજા મોટા પીરની દરગાહ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેના બાઇકને સામેથી આવેલા બાઇક નંબર જીજે ૩૬ જે ૮૮૭૧ ના ચાલકે ધડાકાભેર અથડાયું હતું જેથી વિશાલભાઈ બાબુભાઈ થરેશાને બંને પગના ઢીંચણ ઉપર અને ડાબી આંખ નીચેના ભાગે ઇજાઓ થઇ હતી જેથી ઇજાગ્રસ્ત વિશાલભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વિશાલભાઈએ હાલમાં અકસ્માત સર્જનારા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ચાર બોટલ દારૂ
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાંથી પસાર થતાં શખ્સને રોકે પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસને ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને મોસીન સલેમાનભાઈ આશાણી જાતે સંધિ (ઉંમર ૨૧) ની ધરપકડ કરી હતી અને તેને જયરાજભાઈ વજેસંગભાઈ ચૌહાણ રહે. વીસીપરા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
