મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે બે બાઈક સામસામે અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
હળવદની ઘટનામાં નિરાધાર બનેલ મહિલાઓને ગંગાસ્વરૂપ પેન્શન યોજનાનો લાભ અપાયો
SHARE









હળવદની ઘટનામાં નિરાધાર બનેલ મહિલાઓને ગંગાસ્વરૂપ પેન્શન યોજનાનો લાભ અપાયો
ગત અઠવાડિયે હળવદના જી.આઇ.ડી.સી. ખાતે થયેલ ગોઝારી દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર બહેનો એટલે કે, ગંગા સ્વરૂપ (વિધવા બહેનો) ને ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતરગત આજીવન દર મહિને ૧૨૮૦ રૂપિયા પેન્શન મળસે જે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો સર્વ ગં.સ્વ શાંતાબેન રમેશભાઈ પીરાણા, ગં.સ્વ રમીલાબેન રાજેશભાઈ મકવાણા, ગં.સ્વ શારદાબેન રમેશભાઈ મકવાણાને મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત સહાય અંગેના આદેશ પત્ર સુપ્રત કરાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડૉ.દિપીકાબેન સરડવા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મામલતદાર નાનજીભાઈ ભાટી, સંગઠનના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, હળવદ તાલુકા સંગઠનના પ્રમુખ વાસુદેવભાઇ સીનોજીયા, કેતનભાઈ દવે,વલ્લભભાઈ પટેલ, જશુબેન, ઉર્વશિબેન, મોરબી જીલા યુવા ભાજપના મહામંત્રી તપન દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટનામાં સિંગલ પેરેન્ટ પાંચ બાળકો છે તેઓને પણ આગામી સમયમાં દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકારી સહાય માટેની કામગીરી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે
