હળવદની ઘટનામાં નિરાધાર બનેલ મહિલાઓને ગંગાસ્વરૂપ પેન્શન યોજનાનો લાભ અપાયો
વાંકાનેરના ચીફ ઓફિસર-કર્મચારીઓની ગેરસમજ દૂર કરાવતા રિજયોનાલ કમિશ્નર: હડતાળ સમેટાઇ
SHARE









વાંકાનેરના ચીફ ઓફિસર-કર્મચારીઓની ગેરસમજ દૂર કરાવતા રિજયોનાલ કમિશ્નર: હડતાળ સમેટાઇ
વાંકાનેર પાલિકાના મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ વચ્ચે ગેરસમજના લીધે વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી જેથી કરીને રિજયોનાલ કમિશ્નર તાત્કાલિક વાંકાનેર દોડી આવ્યા હતા અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા ત્યાર બાદ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરીને ગેરસમજને દૂર કરાવી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર પાલિકાના કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગયેલ છે
ગઇકાલે વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી અને અધિકારી દ્વારા યેનકેન પ્રકારે તેઓને હેરાન કરવામાં આવે છે તેમજ હંગામી કર્મચારીઓને 'તમારો કરાર આ મહિને રીન્યુ નહી કરવામાં આવે અને તમોને છુટા કરી દેવામાં આવશે’ તે સહિતની ધમકી આપવામાં આવી રહી છે તેવા આક્ષેપ સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી જેની જાણ થતાની સાથે જ રિજયોનાલ કમિશ્નર નગરપાલિકા ડો.ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચોધારી અને ચીફ ઓફિસર વર્ગ-૧ ટી.એન. શાસ્ત્રી વાંકાનેર પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓને પહેલા સાંભળ્યા હતા અને ત્યાર બાદ સ્થાનિક ચીફ ઓફિસર તેજલ મુંધવા સાથે વાતચિત કરી હતી અને ત્યાર પછી અધિકારી અને કર્મચારીઓ વચ્ચેની ગેરસમજને દૂર કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગયેલ છે અને વાંકાનેર પાલિકાની કચેરીનું રિનોવેશન કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે તેને વહેલી તકે પૂરું કરવામાં આવે અન્ય જ્યાં સુધી રિનોવેશન કામ પૂરું ન થાય ત્યાં સુધી દરેક કર્મચારીને હાલમાં જે જગ્યાએ વાંકાનેર પાલિકાના અધિકારી અને કર્મચારીને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તમામને બેસીને કામ કરવા માટેની સૂચના આપવામાં આવી છે
