વાંકાનેરના ચીફ ઓફિસર-કર્મચારીઓની ગેરસમજ દૂર કરાવતા રિજયોનાલ કમિશ્નર: હડતાળ સમેટાઇ
મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE









મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી તાલુકાના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ કબીર પાર્ક સોસાયટીમાં રહેતાં મયુરભાઈ હસમુખભાઈ હળસોલા જાતે લુહાર (ઉમર ૨૫)એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. પરમાર ચલાવી રહ્યા છે
અકસ્માત
મોરબીના નવાસાદુરકા ગામે ભરતનગર નજીક રહેતા અનિલભાઈ વીરસીંગભાઇ વિંજવાડિયા નામનો એકવીસ વર્ષીય યુવાન તા.૨૪-૫ ના બપોરે દોઢેક વાગ્યાના અરસામાં જુની આરટીઓ પાસે અમરેલી ગામના પાટિયા નજીકથી ઇકો કાર લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેની ઇકો કાર છકડો રીક્ષાની સાથે અથડાઈ હતી.જેથી સર્જાયેલ અકસ્માતમાં અનિલભાઈ ઝીંઝુવાડીયાને ઈજાઓ પહોંચતા સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના હજનારી ગામના રહેવાસી રાજેશભાઈ ચમનભાઈ ધંધુકિયા નામના ૧૮ વર્ષીય યુવાને તા.૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ગામમાં કોઈ અજાણી દવા પી લીધી હતી.જેથી તેને અસર થતાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બનાવ અંગે એન.જે.ખડિયા દ્વારા તપાસ આદરવામાં આવી છે.
