મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં યુવાને ઘરમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
એશિયન ગ્રેનાઇટોની રેડનો રેલો: મોરબીના પીપળી રોડ, માળીયા હાઇવે અને સુભાષનગરમાં સર્ચ ઓપરેશન
SHARE









એશિયન ગ્રેનાઇટોની રેડનો રેલો: મોરબીના પીપળી રોડ, માળીયા હાઇવે અને સુભાષનગરમાં સર્ચ ઓપરેશન
મોરબીના પીપળી રોડ અને માળીયા હાઇવે ઉપર આવેલા સિરામિક કારખાનામાં તેમજ મોરબીના રવાપર રોડ ઉપર સિરામિક કારખાનાના ભાગીદારના રહેણાંક મકાને આઇટી વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે અને આજે વહેલી સવારથી અમદાવાદ ખાતે આવકવેરા વિભાગની ટીમો દ્વારા એશિયન ગ્રેનાઇટો અને ટાઇલ્સ ગ્રુપ ઉપર રેડ કરવામાં આવી છે તે અંતર્ગત હાલમાં મોરબીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે
હિંમતનગર ખાતે આવેલ એશિયન ગ્રેનાઇટ એન્ડ ટાઇલ્સ ગ્રુપની હિંમતનગર તેમજ અમદાવાદ ખાતેની ઓફિસ ઉપર અને તે પેઢીની સાથે સંકળાયેલા લોકોના રહેણાક ઉપર આઇટીની ટીમો દ્વારા વહેલી સવારથી દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના નાણાકીય વ્યવહારોને ચેક કરવા માટે મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એકી સાથે ૪૦ જેટલી ટીમો ત્રાટકી હોવાની માહિતી મળી રહી છે ત્યારે આ પેઢીની મોરબીના પણ જુદાજુદા કારખાનાઓમાં ભાગીદારી હોવાથી મોરબીના જે યુનિટોમાં તેની ભાગીદારી છે તે સ્થળો ઉપર અને તેના ભાગીદારોના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એશિયન ગ્રેનાઇટ એન્ડ ટાઇલ્સ ગ્રુપ સાથે મોરબીમાં પીપળી રોડ ઉપર નવા બની રહેલા યુનિટમાં અને માળીયા રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં સ્થાનિક મોરબીના ભાગીદાર છે તેના ઘરે પણ કાર્યવાહી ચાલી રહી હોવાની હાલમાં મોરબીમાં ચર્ચા ચાલી રહી છે અને મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવલા સુભાષનગરમાં રહેતા એક ભાગીદારના ઘરે પણ આઇટીની ટિમ આવી હોવાની ચર્ચા થઈ રહી છે અને આ નાણાકીય તપાસ દરમિયાન મોટા બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે
