એશિયન ગ્રેનાઇટોની રેડનો રેલો: મોરબીના પીપળી રોડ, માળીયા હાઇવે અને સુભાષનગરમાં સર્ચ ઓપરેશન
મોરબી સીટી બી ડીવીઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશની વાહન ચોરીમાં બે પકડાયા
SHARE









મોરબી સીટી બી ડીવીઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશની વાહન ચોરીમાં બે પકડાયા
છેલ્લા થોડા સમયથી મોરબી શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સમયાંતરે ટુ-વ્હીલરોની ચોરી થતી હોય જે તે સમયે ફરિયાદો નોંધાવા પામી હતી જો કે આરોપીઓ મોરબી પોલીસની પહોંચથી દુર હતા.દરમિયાનમાં વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ ચોરાઉ વાહન સાથે બે ઇસમો પકડાયા હોય અને તેમાં તેઓએ મોરબીની ચોરીઓ કબુલી હોય હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં થયેલ વાહન ચોરીમાં બે ઇસમોની અને તે પૈકીના એકની મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી થયેલ બાઈક ચોરીના ગુનામાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથકે સૌરવભાઇ વિપુલભાઇ વામજા પટેલ (ઉ.વ.૨૨) રહે.મોરબી ધર્મમંગલ સોસાયટી સર્વોપરી સ્કુલ પાસે મહેન્દ્રનગર તા.જી.મોરબી મુળ રહે.રણમલપુર તા.હળવદ વાળાએ ફરીયાદ નોંધાવી હતી કે તેમનુ હીરો કંપનીનુ કાળા કલરનુ સ્પલેંડર બાઇક નંબર જી.જે ૩૬ એએ ૮૨૮૫ કિંમત રૂા.૩૦,૦૦૦ વાળુ તા.૧૭-૨-૨૨ ના મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી ખાતેથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ જેનીની તપાસ પીએસઆઇ વી.બી.રાયમા બાદ એએસઆઇ વી.ડી.મેતા ચલાવતા હતી પણ વાહનચોર પોલીસ પકડથી દુર હતા.દરમ્યાનમાં આ ચોરીમાં નીલેષભાઇ ઇશરીયાભાઇ કલેશ (ઉ.વ.૨૨) રહે.ઇન્દિરા આવાસ ગામ જરકલી તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી) તથા લાલુભાઇ ભાયાભાઇ તોમર (ઉ.વ.૨૧) રહે.ગામ સાપરીયા લુહાર ફળીયુ તા.કઠીવાળા જી.અલીરાજપુર (એમ.પી) વાળાઓ વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનચોરીમાં પકડાયા હોય અને તેઓએ મોરબી પંથકમાંથી પણ વાહનચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જેમાં ઉપરોક્ત ચોરીના ગુનામાં નિલેશ કલેસ અને લાલુ તોમરની બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે.
તેમજ મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં પણ બાઈક ચોરી થયેલ હોય અને તે બાઇક ચોરીમાં ઉપરોક્ત બે પૈકીના નિલેશ ઇસરીયાભાઈ કલેસ (૨૨) નું નામ સામે આવતા તેની તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
વૃદ્ધા-બાળક સારવારમાં
હળવદના રાયસંગપર ગામના રહેવાસી ખીમીબેન કાનજીભાઈ નામના ૮૦ વર્ષીય વૃદ્ધા કોઈ કારણોસર અકસ્માતે પડી જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના થાન તાલુકાના નવાગામે રહેતો અલ્પેશ પ્રવીણભાઈ મગવાનીયા નામનો છ વર્ષનો બાળક પોતાના પિતાની સાથે બાઈકના પાછળના ભાગે બેસીને દીઘડિયા ગામ પાસેથી જતો હતો ત્યારે હળવદ રોડ ઉપર તે બાઇકમાંથી નિચે પડી જતાં ઇજાગ્રસ્ત અલ્પેશને અહીંની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
